Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફિલિપીન્સમાં એવો દુકાળ પડ્યો કે ડૅમમાં ડૂબેલું ૩૦૦ વર્ષ જૂનું ગામ ફરી પ્રગટ થયું

ફિલિપીન્સમાં એવો દુકાળ પડ્યો કે ડૅમમાં ડૂબેલું ૩૦૦ વર્ષ જૂનું ગામ ફરી પ્રગટ થયું

01 May, 2024 08:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલિપીન્સમાં સામાન્ય રીતે માર્ચ, એપ્રિલ અને મે મહિના સૌથી ગરમ અને સૂકા હોય છે, પણ અલ નીનોને કારણે દુકાળની સ્થિતિ વધુ ખરાબ બની છે.

વાઇરલ વિડિયોની તસવીર

અજબ ગજબ

વાઇરલ વિડિયોની તસવીર


ફિલિપીન્સમાં દુકાળ એટલો લાંબો ચાલ્યો કે ૧૯૭૦માં ડૂબેલું ૩૦૦ વર્ષ જૂનું ગામ ફરી દેખાયું. ૧૯૭૦ના દાયકામાં ડૅમના પાણીમાં ૩૦૦ વર્ષ જૂની વસાહત ડૂબી ગઈ હતી. દુકાળ પડતાં જ નુએવા એસીજા પ્રાંતમાં આવેલા પૅન્ટાબંગન ડૅમમાં પાણી સુકાઈ ગયાં અને વસાહતના ડૂબેલા ચર્ચ અને મકબરા સહિતના ભાગ ફરી દેખાવા લાગ્યા હતા. આ ડૅમમાં વૉટર-લેવલ સામાન્ય કરતાં લગભગ ૫૦ મીટર નીચે ગયું છે. ડૅમનું નિર્માણ થયું એ પછી આ છઠ્ઠી વખત આવું બન્યું જ્યારે ગામ ફરી બહાર આવ્યું હોય. ફિલિપીન્સમાં સામાન્ય રીતે માર્ચ, એપ્રિલ અને મે મહિના સૌથી ગરમ અને સૂકા હોય છે, પણ અલ નીનોને કારણે દુકાળની સ્થિતિ વધુ ખરાબ બની છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK