અમેરિકામાં એક લાખ વ્યક્તિએ ત્રણ લોકોને આવો ચેપ લાગે છે. આમ સાવ સિમ્પલ દેખાતી બ્યુટી-ટ્રીટમેન્ટ આ છોકરી માટે ખતરનાક સાબિત થઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
૨૩ વર્ષની એક છોકરી ૨૦૨૩માં પહેલી જૂને ઍક્રિલિક નેઇલ મૅનિક્યૉર કરાવવા માટે પોર્ટલૅન્ડના એક સૅલોંમાં ગઈ હતી ત્યારે તેના નખમાંથી એક એવો ખતરનાક વાઇરસ તેના શરીરમાં પ્રવેશી ગયો હતો જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) હર્પીસનું કારણ બની શકે છે. સૅલોંમાંથી આવ્યા બાદ મહિલાની ડાબી આંગળી પર સોજો આવી ગયો હતો. ચાર દિવસ બાદ તેની આંગળીઓ પર ગૂમડાં થવા લાગ્યાં હતાં અને ડૉક્ટરોએ તેનાં ગૂમડાંમાંથી પસ લઈને ટેસ્ટ માટે લૅબોરેટરીમાં મોકલ્યાં હતાં. એમાં જાણવા મળ્યું કે આ છોકરીને હર્પેટિક વાઇટલોનો ચેપ લાગ્યો છે. અમેરિકામાં એક લાખ વ્યક્તિએ ત્રણ લોકોને આવો ચેપ લાગે છે. આમ સાવ સિમ્પલ દેખાતી બ્યુટી-ટ્રીટમેન્ટ આ છોકરી માટે ખતરનાક સાબિત થઈ હતી.


