એકસાથે ગર્ભવતી થવાના બીજા ફાયદા ગણાવતાં તેમણે કહ્યું હતું કે અમારું અને ભવિષ્યમાં અમારાં બાળકોનું બૉન્ડિંગ સારું રહેશે.
અમેરિકાની એક હૉસ્પિટલમાં ૧૦ નર્સ અને એક મહિલા ડૉક્ટર સહિત ૧૧ જણ એકસાથે પ્રેગ્નન્ટ
અમેરિકાના મઝોરી રાજ્યમાં લિબર્ટી હૉસ્પિટલમાં ૧૦ નર્સ અને એક મહિલા ડૉક્ટર સહિત ૧૧ મહિલા એકસાથે પ્રેગ્નન્ટ થઈ છે. તેમની ડિલિવરી-ડેટ જુલાઈથી નવેમ્બર વચ્ચે છે અને બે નર્સોની ડિલિવરી-ડેટ એક જ તારીખ આપવામાં આવી છે. આ તમામ મહિલાઓએ પ્રેગ્નન્સીની યોજના એકસાથે બનાવી નહોતી પણ આ માત્ર સંયોગ છે. નવાઈની વાત એ છે કે તમામ નર્સો ઑબ્સ્ટ્રેટ્રિક્સ, લેબર અને ડિલિવરી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. ઘણા લોકો એમ કહે છે કે હૉસ્પિટલના પાણીમાં જ જાદુ છે, એથી ઘણી નર્સો ઘરેથી પીવાનું પાણી લાવે છે. જોકે નર્સોએ જણાવ્યું હતું કે અમે એકબીજાને અમારા અનુભવ શૅર કરીશું, એકબીજાને ટિપ્સ આપીશું અને કોઈ સમસ્યા ઊભી થાય તો એકબીજાનો સંપર્ક કરીશું. એકસાથે ગર્ભવતી થવાના બીજા ફાયદા ગણાવતાં તેમણે કહ્યું હતું કે અમારું અને ભવિષ્યમાં અમારાં બાળકોનું બૉન્ડિંગ સારું રહેશે.


