અમેરિકાના ન્યુ યૉર્કના બિઝનેસમૅનને અવળચંડાઈ ભારે પડી છે. લારોસા ગ્રિલ ફ્રૅન્ચાઇઝીના ૩૫ વર્ષના માલિક માઇકલ એસ્પોસિટોએ ૪ સંતાનની સંભાળ રાખવા માટે કેલી ઍન્ડ્રેડને ૨૦૨૧માં કોલમ્બિયાથી બોલાવી હતી.
અજબગજબ
એસ્પોસિટો, કેલી ઍન્ડ્રેડ
અમેરિકાના ન્યુ યૉર્કના બિઝનેસમૅનને અવળચંડાઈ ભારે પડી છે. લારોસા ગ્રિલ ફ્રૅન્ચાઇઝીના ૩૫ વર્ષના માલિક માઇકલ એસ્પોસિટોએ ૪ સંતાનની સંભાળ રાખવા માટે કેલી ઍન્ડ્રેડને ૨૦૨૧માં કોલમ્બિયાથી બોલાવી હતી. એસ્પોસિટોએ કેલીની રૂમમાં લાગેલા સ્મોક ડિટેક્ટરમાં કૅમેરા ફિટ કરાવ્યો હતો અને એનાથી કેલીના વિડિયો ઉતાર્યા હતા. એસ્પોસિટો વારંવાર રૂમમાં આવીને સ્મોક ડિટેક્ટર ચેક કરતો હતો એટલે કેલીને શંકા ગઈ અને તપાસ કરી તો એમાંથી કૅમેરા નીકળ્યો. નોકરી શરૂ કર્યાનાં ત્રણ અઠવાડિયાંમાં જ કેલીને આ ગંદી હરકતની ખબર પડી ગઈ અને પોતે પકડાઈ ન જાય એટલે પહેલા માળેથી બારીમાંથી કૂદીને તે પોલીસ પાસે પહોંચી ગઈ હતી. પોલીસે કૅમેરાના મેમરી કાર્ડમાંથી સેંકડો રેકૉર્ડિંગ મળતાં ૨૦૨૧ની ૨૪ માર્ચે એસ્પોસિટોની ધરપકડ કરી હતી. બે વર્ષની તપાસ પછી મેનહટન કોર્ટે એસ્પોસિટોને વળતર પેટે કેલીને ૨.૭ મિલ્યન ડૉલર (૨૨.૫૮ કરોડ રૂપિયા) આપવાનો આદેશ કર્યો છે.