એક આર્કિયોલૉજિસ્ટ દ્વારા ત્યજી દેવાયેલી ખાણમાંથી મળી આવેલા કાયલ હૉટનર અને વિન્ટેજ ડેનિમ જીન્સની માર્કેટના અનુભવી ઝિપ સ્ટિવેન્સને ખરીદ્યા હતા
૧૯મી સદીની લિવાઇસ જીન્સ
અમેરિકાના ન્યુ મેક્સિકોમાં એક નાના શહેરમાં યોજાયેલા ઑક્શનમાં ૧૮૮૦ના સાલની જીન્સની એક જોડી ૮૭,૦૦૦ ડૉલર (લગભગ ૭૧.૬૫ લાખ રૂપિયા)માં વેચાઈ હતી. એક આર્કિયોલૉજિસ્ટ દ્વારા ત્યજી દેવાયેલી ખાણમાંથી મળી આવેલા કાયલ હૉટનર અને વિન્ટેજ ડેનિમ જીન્સની માર્કેટના અનુભવી ઝિપ સ્ટિવેન્સને ખરીદ્યા હતા.
જોકે હકીકતમાં ઑક્શન શરૂ થતાં પહેલાં તેઓ જીન્સને એકસાથે ખરીદવાની કોઈ યોજના ધરાવતા નહોતા, પરંતુ ઑક્શનમાં જીન્સની જોડીને મળેલી ૮૭,૦૦૦ ડૉલરની કિંમત અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત હતી, જેમાં ૧૫ ટકા કિંમત ખરીદનારનું પ્રીમિયમ છે. લૉસ ઍન્જલસમાં ડેનિમ રિપેર શૉપ ચલાવનાર સ્ટિવેન્સનના જણાવ્યા અનુસાર આ જીન્સ અત્યંત દુર્લભ છે.
ADVERTISEMENT
સ્ટિવેન્સને આ જીન્સ વિશે લગભગ પાંચ વર્ષ પહેલાં જ્યારે એ પ્રથમ વાર શોધાયું ત્યારે અમેરિકન વેસ્ટમાં માઇકલ હૅરિસ પાસે સાંભળ્યું હતું. આ પાંચ વર્ષમાં તેમણે ઓછામાં ઓછી ૫૦ ત્યજી દેવાયેલી ખાણમાં તપાસ કરી હતી, પરંતુ આ ગુણવત્તાનું જીન્સ તેમને મળ્યું નહોતું, જે પહેરી પણ શકાય, પણ આ જોડી પહેરી શકાય એવી છે.
આ ચાર દિવસીય ઑક્શન એઝટેક શહેરની બહાર દુરંગો વિન્ટેજ ફેસ્ટિવિસમાં યોજાયું હતું.


