Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૦૦૦ વર્ષ જૂનું મરઘીનું ઈંડું મળ્યું

૧૦૦૦ વર્ષ જૂનું મરઘીનું ઈંડું મળ્યું

12 June, 2021 09:22 AM IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઈંડું એક ઉકરડામાં માનવીના સુકાઈ ગયેલા મળની અંદર સાચવી રાખવામાં આવ્યું હતું

મરઘીનું ઈંડું

મરઘીનું ઈંડું


ઇઝરાયલના પુરાતત્ત્વવિદોને મરઘીનું એવું ઈંડું મળ્યું છે જે તેમના અંદાજ પ્રમાણે ૧૦૦૦ વર્ષ જૂનું છે. આ ઈંડું એક ઉકરડામાં માનવીના સુકાઈ ગયેલા મળની અંદર સાચવી રાખવામાં આવ્યું હતું. સંશોધકોને આ એગ મળ્યું ત્યારે એ સાવ સામાન્ય લાગતું હતું અને એના પર એક નાની તિરાડ હતી. એના પરથી તેમનું માનવું છે કે ઈંડામાંનાં સફેદ તત્ત્વો કદાચ લીક થયાં હશે. એ સિવાય, આખું ઈંડું અકબંધ હતું.

આ શોધ ઇઝરાયલ ઍન્ટિક્વિટીઝ ઑથોરિટી યાવ્ને નામના વિસ્તારમાં વિકાસનાં કાર્યો શરૂ કરતાં પહેલાંની સાફસૂફી કરી રહ્યા હતા ત્યારે એક જગ્યાએથી તેમને આ ઈંડું મળ્યું હતું જે ૧૦૦૦ વર્ષ પહેલાંના ઇસ્લામી યુગ સમયનું હોવાનું મનાય છે. સંશોધકોને ખોદકામ દરમ્યાન જે ઉકરડા જેવો ભાગ મળ્યો એ પણ આટલાં જ વર્ષ જૂનો હોવાની ધારણા છે. માત્ર શાહમૃગનાં જ અમુક ઈંડાં સદીઓ સુધી રહી શકે, કારણકે એનું કવચ સૌથી જાડું હોય છે. જોકે મરઘીનું આટલાં વર્ષો જૂનું હોવાનું જણાતાં સંશોધકો-વિજ્ઞાનીઓ માટે એ ચર્ચાનો વિષય બની ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2021 09:22 AM IST | Israel | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK