Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં ૧૦૦ રોબો માટે યોજાશે મૅરથૉન

ચીનમાં ૧૦૦ રોબો માટે યોજાશે મૅરથૉન

Published : 17 April, 2026 01:03 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯ એપ્રિલે ચીનના બીજિંગમાં ઈ-ટાઉન તરીકે જાણીતા વિસ્તારમાં રોબોઝ ૨૧ કિલોમીટરની મૅરથૉન દોડશે

રેસમાં ૭૦ ટીમોએ ટ્રાયલ-રન કરી લીધી છે

અજબગજબ

રેસમાં ૭૦ ટીમોએ ટ્રાયલ-રન કરી લીધી છે


રવિવારે ચીનના રોબોજગતમાં મોટો મુકાબલો થવાનો છે. આ મુકાબલો છે મૅરથૉન દોડનો. એમાં માણસો નહીં પણ અલગ-અલગ કંપનીઓના રોબો ભાગ લેવાના છે. ૧૯ એપ્રિલે ચીનના બીજિંગમાં ઈ-ટાઉન તરીકે જાણીતા વિસ્તારમાં રોબોઝ ૨૧ કિલોમીટરની મૅરથૉન દોડશે. એમાં ૧૦૦થી વધુ રોબોએ ભાગ લીધો છે. આ રેસ બે ભાગમાં વહેંચી દેવાઈ છે. એક કૅટેગરીમાં એવા રોબો હશે જે કોઈ માણસની મદદ વિના જાતે રસ્તો નક્કી કરીને દોડશે. બીજી કૅટેગરીમાં રિમોટ કન્ટ્રોલના માધ્યમથી રોબોની દિશા ઑપરેટ કરવામાં આવશે. રેસમાં ૭૦ ટીમોએ ટ્રાયલ-રન કરી લીધી છે. એમાં રોબોનું નૅવિગેશન, સંતુલન અને વચ્ચે કોઈ અડચણ આવે તો રિસ્પૉન્સ કેવો છે એ તપાસવામાં આવ્યું છે. ટ્રાયલ દરમ્યાન કેટલાક રોબોની બૅટરી જલદી ખતમ થઈ ગયેલી તો કેટલાક રસ્તો ઓળખવામાં થાપ ખાઈને ક્યાંક બીજે જ પહોંચી ગયા હતા તો કેટલાક ચાલતી વખતે ઠોકર ખાઈને પડી ગયા હતા. આ બીજી રોબો મૅરથૉન છે. ગયા વર્ષે યોજાયેલી રોબો મૅરથૉનમાં ૨૧ રોબોએ ભાગ લીધો હતો અને એમાંથી ૬ જ રોબો ફિનિશ-લાઇન સુધી પહોંચ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 01:03 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK