વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે આદિ કૈલાશ એ સ્થાન છે જ્યાં કૈલાસ પર્વત પર સમાધિ લેવા જતા શિવ અને પાર્વતી રોકાયા હતા. આજે પણ સ્થાનિક લોકો માને છે કે એક પાર્વતી મંદિર છે જ્યાં તેમણે સ્નાન કર્યું હતું. એક તળાવ પૌરાણિક માન્યતાનું પ્રતીક છે.














