યુપી વરુના આતંકે લોકોના મનમાં સતત ભયનો માહોલ ઉભો કર્યો હતો. મંગળવારે ઉત્તર પ્રદેશના બહરાઇચમાં વન વિભાગે છ ખતરનાક વરુ પૈકી એકને પકડ્યો. `ઓપરેશન ભેડિયા`ના ભાગરૂપે પકડાયેલો આ વરુ પાંચમો હતો. તે ઘાઘરા નદી પાસે મળી આવ્યો હતો, જ્યાં અગાઉ અન્ય એક વરુને પકડવામાં આવ્યો હતો. હવે, આ પેકમાંથી માત્ર એક વરુ બહરાઈચમાં મુક્ત રહે છે. છેલ્લા છ અઠવાડિયામાં વરુઓએ 35 ગામો પર હુમલો કરીને નવ બાળકો સહિત 10 લોકોની હત્યા કરી હોવાથી પરિસ્થિતિ ગંભીર બની છે. આ ઉપરાંત આ હુમલામાં 36 લોકો ઘાયલ થયા છે. વધુ વિગતો માટે વિડિયો જુઓ.