ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા ગલવાન હીરો નાઈક દીપક સિંહના વિધવા પત્ની રેખા સિંહ હવે આર્મી ઑફિસર બની ગયા છે. લેફ્ટનન્ટ રેખા સિંહને તાજેતરમાં જ સેનામાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેમના પતિ, નાઈક દીપક સિંહ 15 જૂન, 2020ના રોજ ગલવાન વેલેરીમાં ચીની સૈનિકો સાથે લડતી વખતે શહીદ થયા હતા. આ હુમલામાં 2020માં 20 જવાનોના મોત થયા હતા.














