PM મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહ માટે ભારતભરના વિવિધ નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. જોકે, કૉન્ગ્રેસ અને અન્ય 18 વિપક્ષી પાર્ટીઓએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડા પ્રધાનના હસ્તે નહીં પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે તેવી માગણી વિપક્ષો કરી રહ્યા છે. વિપક્ષોએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા થવું જોઈએ. ઉદ્ઘાટનની નિર્ધારિત તારીને લઈને પણ વિરોધને થઈ રહ્યો છે કારણ કે 28 મે એ વીર દામોદર સાવરકરની જન્મજયંતિ છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી પાર્ટીઓને આ કાર્યક્રમનું `રાજકીયકરણ ન કરવા` અપીલ કરી છે.