AIથી બનેલી વાનગીઓની તસવીરો ભ્રમિત કરતી હોવાની ગ્રાહકોએ ઘણી ફરિયાદો કરી છે.
ઝોમાટો વાનગીની AI આધારિત તસવીરો
ફૂડ ડિલિવરી અને રેસ્ટોરાં સર્ચ એન્જિન ઝોમાટોએ પોતાના પ્લૅટફૉર્મ પરથી વાનગીઓની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત તસવીરો દૂર કરવાનું શરૂ કરી દીધું છે અને આ મહિનાના અંત સુધીમાં આવી તમામ તસવીરો હટાવી દેવામાં આવશે. AIથી બનેલી તસવીરો દૂર કરવા માટેનું કારણ આપતાં ઝોમાટોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર દીપિન્દર ગોયલે સોશ્યલ મીડિયા સાઇટ પર કહ્યું છે કે આવી તસવીરો સામે ફરિયાદો વધી ગઈ હતી. સોશ્યલ મીડિયા પર તેમણે લખ્યું છે કે ‘વર્ક-ફ્લો સુધારવા માટે અમે AI ટેક્નિકનો ઉપયોગ કરીએ છીએ છતાં રેસ્ટોરાંના મેનુમાં વાનગીઓની તસવીરો માટે AIનો વિરોધ કરીએ છીએ. AIથી બનેલી વાનગીઓની તસવીરો ભ્રમિત કરતી હોવાની ગ્રાહકોએ ઘણી ફરિયાદો કરી છે. આવી તસવીરોથી વિશ્વાસ ઘટવા માંડે છે, ફરિયાદો અને રીફન્ડની માગણી વધી જાય છે અને રેટિંગ ઘટી જાય છે એવો દાવો ગ્રાહકો કરે છે.’


