છત્તીસગઢ (Chhattisgarh)ના યુટ્યુબર કૉમેડીયન દેવરાજ પટેલ (Youtuber Devraj Patel)નું રોડ અકસ્માતમાં અવસાન થયું છે. આ ઘટના સોમવારે રાયપુરના લભંડી વિસ્તારમાં બની હતી
તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા
છત્તીસગઢ (Chhattisgarh)ના યુટ્યુબર કૉમેડીયન દેવરાજ પટેલ (Youtuber Devraj Patel)નું રોડ અકસ્માતમાં અવસાન થયું છે. આ ઘટના સોમવારે રાયપુરના લભંડી વિસ્તારમાં બની હતી. અત્યાર સુધી બહાર આવેલી માહિતી મુજબ દેવરાજની બાઇકને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી, દેવરાજે બાઇક પરનો કંટ્રોલ ગુમાવી દીધો હતો અને રોડ પર પડી ગયો હતો. માથામાં અને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજાઓ થવાથી તેનું મૃત્યુ થયું હતું.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દેવરાજ અને તેની સાથે હાજર એક સાથીદારને આંબેડકર હૉસ્પિટલમાં મોકલ્યા હતા, પરંતુ દેવરાજનો જીવ બચાવી શકાયો ન હતો. બંને એક યુટ્યુબ વીડિયોના શુટિંગના સંબંધમાં રાયપુર આવ્યા હતા. દેવરાજ મૂળ મહાસમુંદનો રહેવાસી હતો. થોડા વર્ષો પહેલા દેવરાજ ‘દિલ સે બુરા લગતા હૈ’ (Dil Se Bura Lagta Hai) કહી એક નાનકડા વીડિયોને કારણે દેશમાં ફેમસ થયો હતો. તેના ઘણા મીમ્સ શેર થતા હતા. દેવરાજ સોશિયલ મીડિયા પર કૉમેડી વીડિયો પણ બનાવતો હતો.
ADVERTISEMENT
મુખ્યપ્રધાને છેલ્લો વીડિયો શેર કર્યો
દેવરાજનો છેલ્લો વીડિયો શૅર કરતાં મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે લખ્યું છે કે, “દિલ સે બુરા લગતા હૈ દ્વારા કરોડો લોકોમાં પોતાનું સ્થાન બનાવનાર દેવરાજ પટેલ આજે આપણને છોડીને ચાલ્યો ગયો છે. આટલી નાની ઉંમરે આટલી અદ્ભુત પ્રતિભા ગુમાવવી એ ખૂબ જ દુઃખદ છે. ભગવાન તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
જ્યારે દેવરાજ સીએમ બઘેલને મળ્યો
વર્ષ 2021માં દેવરાજ અને સીએમ ભૂપેશ બઘેલનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. દેવરાજ તેમને મળવા આવ્યો હતો. ત્યારબાદ તેમના નિવાસ સ્થાનની ઑફિસમાં એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, જેમાં દેવરાજે કહ્યું હતું કે, “છત્તીસગઢમાં માત્ર બે જ લોકો પ્રખ્યાત છે. એક હું અને એક અમારા કાકા, કાકા તમે ટીવી કરતાં લાઈવ દેખાવમાં વધુ સ્માર્ટ લાગો છો. આ સાંભળીને સીએમ ભૂપેશ બઘેલ હસી પડ્યા હતા.”
મહાસમુંદ જિલ્લાના રહેવાસી દેવરાજ પટેલ છત્તીસગઢના જાણીતા યુટ્યુબર હતા. તેની યુટ્યુબ ચેનલના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણે દેશના પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામ સાથે કોમેડી વેબસીરીઝ ધીંડોરામાં પણ કામ કર્યું હતું. દેવરાજે છત્તીસગઢની સરકારી આત્માનંદ સ્કૂલની જાહેરાતમાં પણ કામ કર્યું હતું. તેનું શૂટિંગ તાજેતરમાં જ થયું હતું.
દેવરાજની યુટ્યુબ ચેનલ પર 4 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા. ઇન્સ્ટાગ્રામ પર તેના 57 હજાર ફોલોઅર્સ હતા. ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ એક વીડિયો હતો જે તેણે આજે જ પોસ્ટ કર્યો હતો. તેણે ભુવન બામ સાથે તેની વેબ સિરીઝ ધીંડોરામાં પણ કામ કર્યું હતું. તેના ડાયલોગ "દિલ સે બુરા લગતા હૈ ભાઈ" એ વેબ સિરીઝમાં પણ ધ્યાન ખેંચ્યું હતું.

