૨૮ ઑગસ્ટે આખા રાજ્યમાં મહિલા અને તેના એક સાથીને આખો દિવસ મફત બસ-મુસાફરી કરવા મળશે
યોગી આદિત્યનાથ
રક્ષાબંધન પર ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે મહિલા મુસાફરો અને એક સાથીને રોડવેઝની બસમાં મફત મુસાફરીની ઑફર કરી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ જાહેર કરી છે. આ સૂચના અનુસાર ૨૭ ઑગસ્ટની રાતથી ૨૮ ઑગસ્ટની રાત સુધી મહિલાઓ એક સાથી સાથે રોડવેઝની બસમાં મફત મુસાફરી કરી શકશે. મુખ્ય પ્રધાને મહિલાઓને તેમની મુસાફરી દરમ્યાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે ખાસ કાળજી લેવા જણાવ્યું છે.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘મુખ્ય રૂટ પર ઍન્ટિ-રોમિયો સ્ક્વૉડ સક્રિય રહેવી જોઈએ. બસોમાં મહિલાઓની સુરક્ષા વિશે કોઈ બેદરકારી ન હોવી જોઈએ. બસ-ડ્રાઇવરો પર પણ નજર રાખવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે કોઈ ડ્રાઇવર દારૂ પીને વાહન ચલાવે નહીં.’
