PM મોદીએ મહિલા અનામત બિલને નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપ્યું છે. તેમણે કહ્યું કે આ બિલથી લોકતંત્ર મજબૂત થશે અને સદનમાં મહિલાઓની ભાગીદારી વધશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર
PM મોદીએ મહિલા અનામત બિલને નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપ્યું છે. તેમણે કહ્યું કે આ બિલથી લોકતંત્ર મજબૂત થશે અને સદનમાં મહિલાઓની ભાગીદારી વધશે.
નારી શક્તિ વંદન બિલ મંગળવારે લોકસભામાં (Lok Sabha) સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યું. સંસદના ખાસ સત્રના બીજા દિવસની કાર્યવાહી આજે નવા સંસદ ભવનમાં થઈ. લોકસભા અને વિધાનસભામાં મહિલાને 33 ટકા અનામત માટેનું બિલ સદનમાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે (Arjunram Meghwal) લોકસભામાં રજૂ કર્યો. તેમણે કહ્યું કે લોકસભા અને વિધાનસબામાં મહિલાઓને 33 ટકા અનામત મળશે. હજી આ બિલ પર કાલે ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદીએ મહિલા અનામત બિલને નારી શક્તિ વંદન બિલ નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બિલથી લોકતંત્ર મજબૂત થશે અને લોકસભામાં મહિલાઓની ભાગીદારી પણ વધશે.
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું સ્વાગત
સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલનું બીજેપી, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી સ્વાગત કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પાર્ટીએ બિલની જોગવાઈઓને લઈને પ્રશ્ન ખડા કર્યા છે. રાજદ નેતા બિગારની પૂર્વ સીએમ અને લાલૂ પ્રસાદ યાદવનાં પત્ની રાબડી દેવીએ કહ્યું, "મહિલા અનામતમાં વંચિત, ઉપેક્ષિત, ખેતિહર અને મહેનતકશ વર્ગોની મહિલાઓ માટે સીટ આરક્ષિત કરવામાં આવે. ન ભૂલવું જોઈએ કે મહિલાઓની પણ જાતિ છે. જો કે, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હવે દલગત રાજકારણથી ઉપર ઉઠવું જોઈએ. અમે મહિલા અનામત બિલ પર વિનાશરતે સમર્થન આપીશું."
મહિલાઓને મળશે 33 ટકા અનામત- કાયદા મંત્રી
જણાવવાનું કે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ રજૂ કર્યું. આમાં SC, ST માટે કે તૃતિયાંશ અનામતની જોગવાઈ છે. કાલે મહિલા અનામત બિલ પર ચર્ચા બાદ આ પાસ કરવામાં આવશે. લોકસભામાં મહિલા અનામત બિલ ટૂંક સમયમાં જ લાગુ પાડવા પર જોર આપવામાં આવ્યું છે. વિપક્ષી દળ કૉંગ્રેસે પણ મહિલા અનામત બિલને ટૂંક સમયમાં જ લાગુ પાડવાની માગ ઉઠાવવામાં આવી હતી. તો સરકાર પણ આ બિલને ટૂંક સમયમાં જ લાગુ પાડવામાં જોર આપી રહ્યાં છે.
નારી શક્તિ વંદન બિલમાં ઓબીસીને કોઈ સ્થાન નથી
નારી શક્તિ વંદન બિલમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે એક તૃતીયાંશ અનામતની જોગવાઈ છે, જ્યારે OBC ને નારી શક્તિ વંદન કાયદામાં સ્થાન આપવામાં આવ્યું નથી. કારણ કે બંધારણમાં પણ તે ધારાસભાઓને આપવામાં આવી નથી. આ ક્વોટા રાજ્યસભામાં કે રાજ્યોની વિધાન પરિષદોમાં પણ લાગુ કરવામાં આવશે નહીં.
ગૃહમંત્રી અમિત શાહે સ્વાગત કર્યું
મહિલા અનામત બિલનું સ્વાગત કરતા ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આજે ભારતની સનાતન સંસ્કૃતિ પ્રમાણે `યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ`ને દેશના લોકતંત્રમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે.
प्रधानमंत्री @narendramodi जी ने आज भारत की सनातन संस्कृति के अनुरूप “यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता:” को देश के लोकतंत्र में चरितार्थ करके दिखाया है। आज लोकसभा में पेश हुआ `नारी शक्ति वंदन अधिनियम` एक ऐसा निर्णय है, जिससे हमारी नारी शक्ति को सही मायने में उनका…
— Amit Shah (@AmitShah) September 19, 2023
માયાવતીએ શું કહ્યું?
બીએસપી પ્રમુખ માયાવતીએ આ બિલનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આ બિલ લાંબા સમયથી અટકેલું હતું. જો 33ની જગ્યાએ 50 ટકા અનામત મહિલાઓને આપવામાં આવે તો પણ આનું સ્વાગત કર્યું હોત.
3 દાયકાથી પેન્ડિંગ હતું બિલ
સંસદમાં મહિલા અનામતનો પ્રસ્તાવ લગભગ 3 દાયકાથી પેન્ડિંગ હતો. આ મુદ્દો સૌપ્રથમ 1974માં મહિલાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટેની સમિતિ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. 2010 માં, મનમોહન સરકારે બહુમતી સાથે રાજ્યસભામાં મહિલાઓ માટે 33% અનામત બિલ પસાર કર્યું હતું. ત્યારબાદ સપા અને આરજેડીએ બિલનો વિરોધ કર્યો હતો અને તત્કાલીન યુપીએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી આપી હતી.
ત્યાર બાદ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું નહીં. ત્યારથી મહિલા અનામત બિલ પેન્ડિંગ છે. હવે મોદી સરકારે લોકસભામાં આ બિલ પાસ કરાવી લીધું છે. આ બિલ ચર્ચા માટે રાજ્યસભામાં મોકલવામાં આવશે. પછી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ આ બિલ કાયદો બની જશે.