આ વખતે ૧૦૦૧ રાખડીઓ બહેનોએ જાતે જ બનાવી હતી. દરેક રાખડીમાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને નરેન્દ્ર મોદીની તસવીરોનો સમન્વય કરવામાં આવ્યો છે
વૃંદાવનના મા શારદા આશ્રમની બહેનો
વૃંદાવનના મા શારદા આશ્રમ અને સુલભ ઇન્ટરનૅશનલ દ્વારા સંચાલિત અન્ય શેલ્ટર હોમમાં રહેતી વિધવા બહેનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બાંધવા માટે જાતે રાખડીઓ બનાવી હતી. આ વખતે ૧૦૦૧ રાખડીઓ બહેનોએ જાતે જ બનાવી હતી. દરેક રાખડીમાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને નરેન્દ્ર મોદીની તસવીરોનો સમન્વય કરવામાં આવ્યો છે. બહેનોએ નરેન્દ્ર મોદી માટે ટ્રેડિશનલ સ્વીટ્સ પણ બનાવી છે. મા શારદા આશ્રમની વિધવા બહેનો છેલ્લાં ઘણાં વર્ષોથી વડા પ્રધાનને રાખડી બાંધતી હોવાથી હવે તેમનો ઇમોશનલ નાતો બંધાઈ ગયો છે.
આ વર્ષે ચાર માતાઓ રક્ષાબંધનના દિવસે ખાસ દિલ્હી જઈને વડા પ્રધાનને અંગત રીતે રાખડીઓ અને મીઠાઈઓ આપશે. વિધવા માતાઓ રક્ષાબંધનના અવસરે ભાઈના સંબંધની ઉજવણી કરીને તેમનો પ્રેમ અભિવ્યક્ત કરી શકે એ માટે આ શિરસ્તો શરૂ થયો હતો.


