BJPએ ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે ત્રણ ઉમેદવારને શૉર્ટલિસ્ટ કર્યા હોવાની ચર્ચા સામે હવે વિરોધ પક્ષો તરફથી પણ ઉમેદવાર ઊભો રાખવાની વાત આવી છે.
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે વિરોધ પક્ષોના ગઠબંધન INDIAના નેતાઓએ એવી જાહેરાત કરી હતી કે BJP-NDA પાસે મૅજોરિટી છે, પણ બહુ વધારે સંખ્યા નથી. INDI બ્લૉક પણ ઉપરાષ્ટ્રપતિપદ માટે તેમનો એક ઉમેદવાર ઊભો કરશે.
ગયા સોમવારે જગદીપ ધનખડે અચાનક સ્વાસ્થ્યનાં કારણો આપીને ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ અને અફવાઓ ગરમ છે. BJPએ ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે ત્રણ ઉમેદવારને શૉર્ટલિસ્ટ કર્યા હોવાની ચર્ચા સામે હવે વિરોધ પક્ષો તરફથી પણ ઉમેદવાર ઊભો રાખવાની વાત આવી છે.
ADVERTISEMENT
કેવી રીતે ચૂંટણી થશે ઉપરાષ્ટ્રપતિની?
ભારતીય સંસદનાં બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભા મળીને ૭૮૨ સભ્યો છે. એ તમામેતમામ સભ્યો ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન કરી શકશે. રાજ્યસભામાં નૉમિનેટ થયેલા સભ્યો પણ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. NDAના લોકસભામાં ૨૯૩ અને નૉમિનેટેડ સભ્યો સહિત રાજ્યસભામાં ૧૩૦ બેઠકો એમ કુલ ૪૨૩ મત છે, જ્યારે વિરોધી પક્ષોના ગઠબંધન પાસે લોકસભામાં ૨૩૪ અને રાજ્યસભામાં ૭૯ એમ કુલ ૩૧૩ મત છે. ઉમેદવારે વિજયી બનવા માટે ૩૯૨ મત મેળવવાના રહેશે.


