બુધવારે એશિયા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સના સિનિયર જજ સંજય ભોલાએ રેકૉર્ડની ખરાઈ કરી હતી અને BJPના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવાણને સર્ટિફિકેટ એનાયત કર્યું હતું.
એશિયા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ
૨૨ જુલાઈએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જન્મદિવસ નિમિત્તે BJP દ્વારા સામાજિક સેવારૂપે રાજ્યભરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પગલે એક જ દિવસમાં ૧૦૮૮ શિબિરનું આયોજન અને કુલ ૭૮,૩૧૩ યુનિટ બ્લડ-કલેક્શન થયું હતું. આ બન્ને આંકડાઓએ વિશ્વવિક્રમ સરજ્યો હતો. BJPના આ ઉપક્રમે એક દિવસમાં સૌથી વધુ રકતદાન શિબિરનું આયોજન અને સૌથી વધુ યુનિટ બ્લડ-કલેક્શન માટે એશિયા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. બુધવારે એશિયા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સના સિનિયર જજ સંજય ભોલાએ રેકૉર્ડની ખરાઈ કરી હતી અને BJPના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવાણને સર્ટિફિકેટ એનાયત કર્યું હતું.


