Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > `વોટ ચોરી` વિરોધમાં ૩૦૦ વિપક્ષી સાંસદો આજે કૂચ કરશે, પણ પોલીસની હજી પરવાનગી નથી

`વોટ ચોરી` વિરોધમાં ૩૦૦ વિપક્ષી સાંસદો આજે કૂચ કરશે, પણ પોલીસની હજી પરવાનગી નથી

Published : 11 August, 2025 09:56 AM | Modified : 12 August, 2025 06:58 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vote Chori Protest: કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોના સાંસદો આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે; તેઓ સંસદથી ચૂંટણી પંચ કાર્યાલય સુધીની કૂચમાં ભાગ લેશે

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર


લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નેતૃત્વમાં ઇન્ડિયા બ્લોક (INDIA bloc)ના સભ્યો સોમવારે એટલે કે આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision - SIR) સાથે જોડાયેલા કથિત "વોટ ચોરી" (Vote Chori Protest)ના વિરોધમાં સંસદ (Parliament)થી ચૂંટણી પંચની ઓફિસ (Election Commission office) સુધી કૂચ કરવાના છે.

વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)માં કથિત ‘વોટ ચોરી અને ચૂંટણીલક્ષી બિહાર (Bihar)માં મતદાર યાદીઓના ચાલી રહેલા વિશેષ સઘન સંશોધન (Special Intensive Revision - SIR)નો વિરોધ કરવા માટે ૨૫ વિપક્ષી પક્ષોના ૩૦૦ સાંસદો સોમવારે સંસદથી રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India - ECI)ના મુખ્યાલય સુધી કૂચ કરશે. કોંગ્રેસ (Congress), સમાજવાદી પાર્ટી (Samajwadi Party), ટીએમસી (TMC), ડીએમકે (DMK), આપ (AAP), ડાબેરી પક્ષો, આરજેડી (RJD), એનસીપી – એસપી (NCP - SP), શિવસેના – યુબીટી (Shiv Sena - UBT) અને નેશનલ કોન્ફરન્સ સહિત અનેક પક્ષો રેલીમાં જોડાય તેવી અપેક્ષા છે, જે સવારે ૧૧.૩૦ વાગ્યે સંસદના મકર દ્વાર (Makar Dwar)થી શરૂ થવાની છે.



જોકે, દિલ્હી પોલીસ (Delhi Police) કૂચને બે કિમીથી ઓછા અંતરે આવેલા ચૂંટણી પંચના કાર્યાલય સુધી પહોંચવાની મંજૂરી આપે તેવી શક્યતા ઓછી છે. એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે એક પોર્ટલને જણાવ્યું હતું કે પોલીસ પરવાનગી માટે કોઈ ઔપચારિક વિનંતી સબમિટ કરવામાં આવી નથી.


કોંગ્રેસના એક નિવેદન મુજબ, ‘વિરોધી પક્ષો (LS અને RS) ના સાંસદો આવતીકાલે, ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે સંસદના મકર દ્વારથી નિર્વાચન સદન (ચૂંટણી પંચ), નવી દિલ્હી સુધી પરિવહન ભવન થઈને કૂચ કરશે.’

ઇન્ડિયા બ્લોક દ્વારા બોલાવવામાં આવેલ આ વિરોધ પ્રદર્શન, AAPને સમાવવા માટે જોડાણના બેનર વિના યોજાશે, જે ગયા મહિને ગઠબંધનમાંથી બહાર નીકળી ગયું હતું પરંતુ સંસદમાં તેના ૧૨ સાંસદો છે.


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના વડા અખિલેશ યાદવ (Akhilesh Yadav), તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress)ના સાંસદ અભિષેક બેનર્જી (Abhishek Banerjee) પણ આ કૂચમાં ભાગ લેશે.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષે કૂચ માટે પરવાનગી લીધી નથી.

નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) પર ગંભીર આરોપો લગાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, બંને સાથે મળીને લોકશાહીની હત્યા કરી રહ્યા છે. તેમણે SIR પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ચૂંટણી પંચ પર મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે પણ વાત કરી હતી. આના જવાબમાં ચૂંટણી પંચે રાહુલને પુરાવા રજૂ કરવા કહ્યું હતું. પંચે કહ્યું હતું કે જો આરોપો ખોટા સાબિત થાય છે, તો તેમણે માફી માંગવી પડશે. ચૂંટણી પંચે કાનૂની કાર્યવાહીની પણ વાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2025 06:58 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK