EC Vote Theft Scandal: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ના વડા શરદ પવારે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 અંગે એક સનસનાટીભર્યો દાવો કર્યો હતો. તેમણે નાગપુરમાં મીડિયાને સંબોધતા માહિતી આપી હતી કે...
શરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને રાહુલ ગાંધી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ના વડા શરદ પવારે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 અંગે એક સનસનાટીભર્યો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તેઓ દિલ્હીમાં હતા, ત્યારે બે લોકો તેમને મળવા આવ્યા હતા અને ચૂંટણીમાં વિપક્ષી પક્ષોને 288 માંથી 160 બેઠકો જીતવામાં મદદ કરવાનો દાવો કર્યો હતો. તેમણે નાગપુરમાં મીડિયાને સંબોધતા આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે તેમણે કૉંગ્રેના સાંસદ રાહુલ ગાંધીને આ વિશે જણાવ્યું હતું. તેમણે બંને વ્યક્તિઓનો રાહુલ સાથે પરિચય પણ કરાવ્યો હતો. જો કે, રાહુલે આ વાતને અવગણી અને સૂચન કર્યું કે તેમણે આ બધા પર ધ્યાન ન આપવું જોઈએ અને સીધા જનતા પાસે જવું જોઈએ.
ADVERTISEMENT
શરદ પવારે આ ખુલાસો એવા સમયે કર્યો છે જ્યારે રાહુલ ગાંધી ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવી રહ્યા છે.
પવારે દાવો કર્યો હતો કે તેમણે આ બે વ્યક્તિઓની વાતને ગંભીરતાથી લીધી નથી, તેથી તેમની પાસે તેમના નામ અને સંપર્ક વિગતો નથી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારના આ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, `રાહુલ ગાંધીના દાવાઓ પછી પવારજી આ ખુલાસો કેમ કરી રહ્યા છે? અગાઉ, તેમણે ગાંધીજીના EVM સાથે છેડ-છાડના દાવાઓને સમર્થન આપ્યું ન હતું. ભારતમાં ગમે તે થાય, ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી હોય છે... રાહુલ ગાંધી એવી વાર્તાઓ કહે છે જે સલીમ-જાવેદની સ્ક્રિપ્ટ જેવી લાગે છે અને પવારજીના શબ્દો પણ એ જ સ્ક્રિપ્ટનો ભાગ લાગે છે.`
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૩૨ બેઠકો જીતી હતી, જ્યારે સાથી પક્ષો શિવસેના અને એનસીપીએ અનુક્રમે ૫૭ અને ૪૧ બેઠકો જીતી હતી. ચૂંટણીમાં ભાજપની જીત બાદ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાજપ અને ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવીને હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન, તેમણે દાવો કર્યો કે તેમની પાસે ગોટાળાના પુરાવા છે અને પ્રેસ કૉન્ફરન્સ કરીને પ્રેઝન્ટેશન આપ્યું. આ સાથે, તેમણે ગુરુવારે (7 ઑગસ્ટ) ઇન્ડિયા એલાયન્સના નેતાઓને પણ પ્રેઝન્ટેશન બતાવ્યું. તાજેતરમાં, NCP (SP) પ્રમુખ શરદ પવારે રાહુલ ગાંધીને સલાહ આપી કે આ પ્રેઝન્ટેશન દેશભરના દરેક તાલુકામાં બતાવવા જોઈએ. આ માહિતી શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ શુક્રવારે (8 ઑગસ્ટ) આપી હતી. સુલેએ કહ્યું, "રાહુલ ગાંધીએ અમને વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું. ખૂબ સારી ચર્ચા થઈ. શરદ પવારે સલાહ આપી છે કે દરેક રાજ્યમાં પ્રેઝન્ટેશન હોવું જોઈએ. આ પ્રેઝન્ટેશન દરેક જિલ્લા અને તાલુકામાં આપવું જોઈએ. જે કોઈ દેશમાં મજબૂત લોકશાહીમાં માને છે તેને આ પ્રેઝન્ટેશન બતાવવું જોઈએ. સત્ય અને અસત્ય ગમે તે હોય, તે બહાર આવવું જોઈએ.


