કાર ક્રેશ થતા પહેલા કારની અંદરનો એક લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાર ક્રેશ (Car Crash) થતા પહેલા ડ્રાઈવરને કહી રહ્યા હતા કે સ્પીડ 300 કિલોમીટર સુધી પહોંચાડ.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ (Uttar Pradesh Purvanchal Express) પર 230 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડતી એક બીએમડબ્લ્યૂ કાર (BMW Car Accident) દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે, જેમાં ચાર લોકોના મોત થયા છે. કાર ક્રેશ થતા પહેલા કારની અંદરનો એક લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાર ક્રેશ (Car Crash) થતા પહેલા ડ્રાઈવરને કહી રહ્યા હતા કે સ્પીડ 300 કિલોમીટર સુધી પહોંચાડ. આ દરમિયાન એક સાથીને એ કહેતો સાંભળી શકાય છે કે ચારેય મરશું...અને થોડીક વારમાં આ વાત હકિકત બની ગઈ.
બીએમડબ્લ્યૂ કાર સુલ્તાનપુરથી દિલ્હી જઈ રહી હતી, અને પ્રવાસીઓમાંથી એક સ્પીડોમીટર પ્રદર્શિત કરવા માટે કારની અંદરથી ફેસબૂક લાઈવ વીડિયો સ્ટ્રીમ કરી રહ્યો હતો.
ADVERTISEMENT
આ અકસ્માત શુક્રવારે થયો, જ્યારે એક્સપ્રેસ વે પર એક ઝડપી ગતિએ દોડતી કાર એક કન્ટેનરની ચપેટમાં આવી ગઈ. જે સમયે આ અકસ્માત થયો, તે સમયે બીએમડબ્લ્યૂ કાર 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી હતી. ત્યારે વિપરીત દિશામાંથી આવતા એક કન્ટેનર ટ્રક સાથે અથડાઈ અને તે સમયે જ તેનો કચ્ચરઘાણ નીકળ્યો, ઘટનાસ્થળે જ ચારેયના મોત નીપજ્યા.
35 વર્ષીય ડૉ. આનંદ પ્રકાશ, જે રોહતાસના એક ખાનગી મેડિકલ કૉલેજમાં પ્રોફેસર હતા, કહેવાતી રીતે તે સમયે ગાડી તેઓ ડ્રાઈવ કરી રહ્યા હતા, જ્યારે તેમના એક સહ પ્રવાસીને તેમને 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચવા પ્રેરિત કર્યા વીડિયોમાં સાંભળી શકાય છે. વિડંબના એ છે કે ડ્રાઈવરને સ્પીડ વધારવા માટે પ્રોત્સાહિત કરતા પહેલા તેમણે લાઈવ સ્ટ્રીમ દરમિયાન કહ્યું પણ છે કે, "ચારેય મરીશું" અને આ વાત હકિકતમાં પરિણમી.
ડૉ. પ્રકાશે બધા પ્રવાસીઓને પોતાની સીટ બેલ્ટ બાંધી રાખવા પણ કહ્યું અને તેમને આશ્વાસન આપ્યું કે રોડ પર એક લાંબો અને સુનસાન રસ્તો મળશે ત્યારે તે ઝડપથી કાર દોડાવશે.
આ પણ વાંચો : Mumbai:કુર્લા રેલવે પ્લેટફૉર્મ પર રિક્શા ચલાવનાર ડ્રાઈવરની ધરપકડ, કૉર્ટમાં રજૂઆત
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ડ્રાઈવરની નજીકમાં એક કૈન રાખેલો છે અને વીડિયો સ્ટ્રીમ કરનારી વ્યક્તિ ગાળા ગાળ કરે છે, જો કે આ વાતની કોઈ પુષ્ઠિ નથી થઈ છે કે તેમાંથી કોઈ શરાબના નશામાં હતો કે નહીં.

