Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 4 વહુઓની સાસુ પોતાના 30 વર્ષના પ્રેમી સાથે ફરાર, વૃદ્ધ પતિએ CM પાસે માગ્યો ન્યાય

4 વહુઓની સાસુ પોતાના 30 વર્ષના પ્રેમી સાથે ફરાર, વૃદ્ધ પતિએ CM પાસે માગ્યો ન્યાય

Published : 02 June, 2025 04:13 PM | Modified : 03 June, 2025 06:52 AM | IST | Lucknow
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને દરેક જણ દંગ છે. જખૌરા થાણા ક્ષેત્રના સાંકરવાર કલા ગામમાં ચાર વહુઓની સાસુ પોતાના 30 વર્ષના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને દરેક જણ દંગ છે. જખૌરા થાણા ક્ષેત્રના સાંકરવાર કલા ગામમાં ચાર વહુઓની સાસુ પોતાના 30 વર્ષના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. આરોપ તો એ પણ છે કે જતાં-જતાં તે વહુઓના કિંમતી ઘરેણા પણ પોતાની સાથે લઈ ગઈ છે.

પોલીસ પાસેથી મદદ ન મળતાં CM યોગીને કરી અપીલ
પીડિત વૃદ્ધ પતિ હરિરામ પાલને જ્યારે પત્ની ભગવતીના આ વર્તનની ખબર પડી તો તેના તો જાણે હોંશ ઊડી ગયા. પહેલા તેમણે સ્થાનિક જખૌરા થાણેમાં ફરિયાદ નોંધાવી, પણ જ્યારે ત્યાંથી કોઈ મદદ ન મળી તો તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને ન્યાયની અપીલ કરી. હરિરામ પાલનો આરોપ છે કે તેમની પત્નીને ગામના જ રહેવાસી 30 વર્ષીય યુવક કૃષ્ણપાલ ઝા ફોસલાવીને પોતાની સાથે ભગાડી લઈ ગયો. હરિરામ પાલનું કહેવું છે કે ભગવતી લગભગ બે મહિના પહેલા એકાએક ઘરમાંથી ગાયબ થઈ ગઈ. પહેલા તો તેમણે વિચાર્યું કે તે કોઈ રિલેટિવના ઘરે ગઈ હશે, પણ જ્યારે ઘણાં દિવસો સુધી તેની કોઈ ખબર ન પડી અને ઘરમાં મૂકેલા વહુઓના ઘરેણાં પણ ગાયબ થઈ ગયા, ત્યારે જઈને તેમને ખરી હકીકત સમજવા માંડી.



વહુઓ થઈ હેરાન
ઘરમાં ચાર પુત્રવધૂઓ છે, જ્યારે તેમને ખબર પડી કે તેમની સાસુ તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને તેમના ઘરેણાં પણ લઈ ગઈ છે, ત્યારે તેમનો વિશ્વાસ તૂટી ગયો. પુત્રવધૂઓ કહે છે કે એક તરફ તેમને સમાજમાં બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ તેમની વર્ષોની બચત પણ ગઈ છે. એક પુત્રવધૂ કહે છે કે, અમે આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી.


પતિ સાથે રહેવા માગતી નથી
આ કેસમાં, જાખોરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે થોડા અઠવાડિયા પહેલા ભગવતી પોતે પોલીસ સ્ટેશન આવી હતી. તેણે પોલીસને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે હવે તેના પતિ અને તેના પરિવાર સાથે રહેવા માગતી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા પુખ્ત વયની છે અને તેણે આ નિર્ણય પોતાની મરજીથી લીધો છે, તેથી તેમના દ્વારા કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે આ કેસમાં મહિલાએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી, તેથી અમે કોઈ બળજબરીથી કાર્યવાહી કરી શકતા નથી.

મુખ્યમંત્રી પાસેથી ન્યાયની આશા રાખતા વૃદ્ધ પતિ
હરિરામ પાલ લલિતપુરના પોલીસ અધિક્ષક કાર્યાલય પહોંચ્યા અને મુખ્યમંત્રીને સંબોધિત એક પત્ર સોંપ્યો, જેમાં તેમણે સમગ્ર કેસની તપાસ અને તેમની પત્નીને પરત લાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે માત્ર પત્નીની ચોરી જ નહીં, પરંતુ ઘરેણાંની ચોરી પણ એક ગંભીર ગુનો છે, જેના પર પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. હરિરામ કહે છે, હું એક વૃદ્ધ માણસ છું. હવે આ ઉંમરે ન તો કોઈ સહારો છે કે ન તો કોઈ આશા. મારી પત્નીએ જે કર્યું તેનાથી ઘર તૂટી ગયું છે. પુત્રવધૂઓ તેમના માતાપિતાના ઘરે ગઈ છે. ઘર બરબાદ થઈ ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 06:52 AM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK