ઉત્તર પ્રદેશમાં UPSCને બહુ મોટી પરીક્ષા માનવામાં આવે છે અને એનો ક્રેઝ પણ ખૂબ છે. દરેક ઘરમાં એક વ્યક્તિને આ પરીક્ષા પાસ કરવાની ઇચ્છા હોય છે
આ કપલે બાળકનું નામ પાડી દીધું UPSC
બાળક જન્મે ત્યારે જે ઘટનાની ચર્ચા જોરમાં હોય એ મુજબ તેનું પ્રાસંગિક નામ રાખી દેવાનો આજકાલ ટ્રેન્ડ ચાલ્યો છે. જોકે એક કપલે તો હદ જ કરી દીધી. @arvind.shridevi નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો શૅર થયો છે જેમાં એક યંગ કપલ નવજાત બાળકને લઈને ઊભું છે. તેને કોઈ પૂછે છે કે બાળકનું નામ શું છે? તો તેઓ કહે છે, ‘UPSC’. સ્વાભાવિક છે કે આવું અળવીતરું નામ કેમ એવો સવાલ સામેથી પુછાય છે તો યુગલ કહે છે, ‘અમે બન્નેએ UPSCની એક્ઝામ પાસ કરવાનો પ્રયાસ કર્યો, પણ ન થયો એટલે બાળકનું નામ પાડી દીધું UPSC. કમસે કમ હમ કહ સકતે હૈં કિ હમને ‘UPSC’ નિકાલા હૈ.’
ઉત્તર પ્રદેશમાં UPSCને બહુ મોટી પરીક્ષા માનવામાં આવે છે અને એનો ક્રેઝ પણ ખૂબ છે. દરેક ઘરમાં એક વ્યક્તિને આ પરીક્ષા પાસ કરવાની ઇચ્છા હોય છે, પરંતુ એને પાર કરવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.

