Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે માતાને આપી અંતિમ વિદાય

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે માતાને આપી અંતિમ વિદાય

Published : 22 November, 2026 11:04 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯૧ વર્ષનાં સાવિત્રી દેવીએ શુક્રવારે ઉત્તરાખંડના પૌડી ગઢવાલ સ્થિત તેમના પૈતૃક ગામ પંચુરમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

યોગી આદિત્યનાથે ગઈ કાલે તેમનાં માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી અને હરિદ્વારના ચંડી ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

યોગી આદિત્યનાથે ગઈ કાલે તેમનાં માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી અને હરિદ્વારના ચંડી ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.


ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે તેમનાં માતા સાવિત્રી દેવીના પાર્થિવ દેહને કાંધ આપી હતી. ૯૧ વર્ષનાં સાવિત્રી દેવીએ શુક્રવારે ઉત્તરાખંડના પૌડી ગઢવાલ સ્થિત તેમના પૈતૃક ગામ પંચુરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. ભાવુક જણાતા મુખ્ય પ્રધાને માતાને વિદાય આપતી વખતે તેમના ફોટો પર પુષ્પહાર અર્પણ કરીને અંતિમ શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ મુદ્દે સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં યોગી આદિત્યનાથે લખ્યું હતું, ‘માતાની છાયા જેવી બીજી કોઈ છાયા નથી, માતાના આશ્રય જેવો બીજો કોઈ આશ્રય નથી, માતાના રક્ષણ જેવું બીજું કોઈ રક્ષણ નથી અને માતાના પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 11:04 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK