એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે મુસ્લિમ બૅન્ડ સભ્યોને તેમના નામ દૂર કરવા કહ્યું હતું. બૅન્ડ સભ્યો કહે છે કે તેઓ તેમના નામ દૂર કરશે. તેમણે આ માટે સમય માગ્યો છે. જોકે, પોલીસે કોઈ સત્તાવાર આદેશ જાહેર કર્યો નથી.
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
ઉત્તર પ્રદેશમાં હિન્દુ અને હિન્દુ દેવી દેવતાઓના નામે બીજા ધર્મના લોકો દુકાન ચલાવતા કે કોઈ વ્યવસાય હોય તે તેવા લોકોને નામ બદલવાનો આદેશ રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. જોકે હવે આ આદેશ અંગે ફરી નવો વિવાદ શરૂ થાય એવું લાગી રહ્યું છે કારણ કે યુપી સરકાર દ્વારા મુસ્લિમ સમુદાયના લોકોને હિન્દુ દેવી દેવતાઓના નામે કોઈપણ બૅન્ડ શરૂ ન કરવો અને હોય તો નામ બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યુપીમાં ઢાબા અને રેસ્ટોરન્ટ પછી, હવે મુસ્લિમોએ હિન્દુ દેવતાઓના નામે બૅન્ડ પાર્ટીનો વ્યવસાય ચલાવવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી રહી છે. મુરાદાબાદના એક વકીલે સીએમ પોર્ટલ અને આઈજીઆરએસ પર ફરિયાદ કરી છે અને બૅન્ડ પાર્ટીઓમાંથી હિન્દુ દેવતાઓના નામ દૂર કરવાની માગ કરી છે. પાકબારા શહેરના પોસ્ટ ઑફિસ મોહલ્લાના રહેવાસી એડવોકેટ સૈબી શર્માએ આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ બૅન્ડ સંચાલકો તેમની ઓળખ છુપાવી રહ્યા છે અને મહાનગર સહિત સમગ્ર જિલ્લામાં હિન્દુ દેવતાઓના નામે બૅન્ડ પાર્ટીઓ ચલાવી રહ્યા છે. આ ફરિયાદ પર પોલીસે એક બેઠક બોલાવી હતી અને બન્ને પક્ષોને સાંભળ્યા હતા. પોલીસે નામો દૂર કરવા કહ્યું છે પરંતુ કોઈ અધિકૃત આદેશ નથી.
ADVERTISEMENT
ફરિયાદની તપાસ એસપી સિટી સુધી પહોંચી હતી. મંગળવારે, એસપી સિટીએ ફરિયાદી અને વિવિધ બૅન્ડ પ્લેયર્સને તેમની ઑફિસમાં બોલાવ્યા હતા અને આ મામલે તેમનો પક્ષ સાંભળ્યો હતો. બધાએ કહ્યું હતું કે અમે વર્ષોથી એક જ નામથી અમારું બૅન્ડ ચલાવી રહ્યા છીએ. બૅન્ડ પ્લેયર્સે એમ પણ કહ્યું હતું કે તેઓ જે નામ વર્ષોથી વાપરી રહ્યા છે તે કેવી રીતે બદલી શકે છે. એસપી સિટી કુમાર રણવિજય સિંહે કહ્યું હતું કે ફરિયાદ પત્ર આવ્યો છે. તેની તપાસ માટે મંગળવારે બન્ને પક્ષોને બોલાવવામાં આવ્યા હતા. તેમની દલીલો સાંભળવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે મુસ્લિમ બૅન્ડ સભ્યોને તેમના નામ દૂર કરવા કહ્યું હતું. બૅન્ડ સભ્યો કહે છે કે તેઓ તેમના નામ દૂર કરશે. તેમણે આ માટે સમય માગ્યો છે. જોકે, પોલીસે કોઈ સત્તાવાર આદેશ જાહેર કર્યો નથી. તમને જણાવી દઈએ કે મુરાદાબાદ શહેરમાં 500 થી વધુ મોટા અને નાના બૅન્ડ કાર્યરત છે, અને ઓછામાં ઓછા 20 પ્રતિષ્ઠિત બૅન્ડ ના માલિકો મુસ્લિમ સમુદાયના છે.
નામ બદલીને વેપાર કરવામાં આવતા વિરોધ
યુપીમાં આ વિવાદ ઘણો મોટો હતો. અનેક લોકોને પોતાના નામને બદલીને કામ અને વેપાર કરતાં હોવાનું સામે આવ્યું હતું, જેથી શ્રાવણ અને કાવડ યાત્રા દરમિયાન કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે માટે માટે દુકાનો અને ઠેલા પર તેના મલિકાના નામના પાટીયા લગાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.


