Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશમાં ૧૪ જિલ્લામાં ૪૮ કલાકની અંદર ૩૫ એન્કાઉન્ટર

ઉત્તર પ્રદેશમાં ૧૪ જિલ્લામાં ૪૮ કલાકની અંદર ૩૫ એન્કાઉન્ટર

Published : 09 May, 2026 12:36 PM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝીરો ટૉલરન્સ નીતિ હેઠળ સઘન અભિયાન હાથ ધરાયું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઉત્તર પ્રદેશમાં ગુનેગારોની સામે પોલીસે ફરી એક વાર મોટું અભિયાન છેડ્યું છે. છેલ્લા બે દિવસમાં રાજ્યના અલગ-અલગ ૧૪ જિલ્લાઓમાં ગુનેગારો અને પોલીસ વચ્ચે ૩૫ એન્કાઉન્ટર થયાં હતાં. એમાં ૩ આરોપીઓ ઢેર થઈ ગયા હતા, જ્યારે ૩૬ આરોપીઓ ઘાયલ થયા હતા. આ એન્કાઉન્ટરમાં કુલ ૬૦થી વધુ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) રાજીવ કૃષ્ણએ કહ્યું હતું કે ‘આ કાર્યવાહી રાજ્ય સરકારની ઝીરો ટૉલરન્સની નીતિનો હિસ્સો છે અને આ જ રીતે સંગઠિત અપરાધો સામે અભિયાન ચાલુ રહેશે. ૬ અને ૭ મે દરમ્યાન મુઝફ્ફરનગર, મથુરા, હરદોઈ, બરેલી, વારાણસી, અમેઠી સહિત કુલ ૧૪ જિલ્લાઓમાં એન્કાઉન્ટર થયાં હતાં.’ નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્‌સ બ્યુરો (NCRB)માં ગુનાખોરીનો દર એક લાખની વસ્તીએ ૧૮૦.૨નો નોંધાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 12:36 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK