ગંગા, યમુના, પાર્વતી, ચંબલ અને બેતવા સહિત ઘણી નદીઓ ડેન્જર-લેવલને વટાવી ગઈ છે. વારાણસીમાં ગંગાનું સ્તર ૭૭ મીટરના અત્યંત જોખમી સ્તર સામે ગઈ કાલે ૭૦.૨૬ મીટર પાર કરી ગયું હતું
પ્રયાગરાજમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા માટે તંત્રએ બચાવકામગીરી હાથ ધરી હતી.
પાછલા ઘણા સમયથી પડી રહેલા અનરાધાર વરસાદને લીધે અનેક ડૅમોના દરવાજા ખોલી દેવા પડ્યા છે, જેનાથી ઉત્તર પ્રદેશની નદીઓ જોખમી સ્તરે પહોંચી ગઈ છે. ગંગા, યમુના, પાર્વતી, ચંબલ અને બેતવા સહિત ઘણી નદીઓ ડેન્જર-લેવલને વટાવી ગઈ છે. વારાણસીમાં ગંગાનું સ્તર ૭૭ મીટરના અત્યંત જોખમી સ્તર સામે ગઈ કાલે ૭૦.૨૬ મીટર પાર કરી ગયું હતું. ૧૯૭૮માં વારાણસીમાં આવેલા ભયંકર પૂર વખતે ગંગાનું સ્તર ૭૩.૯૦ મીટરે પહોંચ્યું હતું, જ્યારે ચંબલ નદીનું જલસ્તર ૧૩૪ મીટરે પહોંચ્યું હોવાથી ઘણાં ગામોનો સંપર્ક તૂટી ગયો છે. આ વિસ્તારમાં આસપાસનાં ગામોને ખાલી કરાવવાની અને પાણી ફરી વળ્યાં હોય ત્યાં બચાવકામગીરી ચાલી રહી છે.


