જિલ્લામાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી આવનારા ૩ દિવસ માટે કરવામાં આવી છે.
પટના, બિહાર, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ
ભીષણ ગરમી વચ્ચે બુધવારથી ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદ, વાવાઝોડું અને કરા પડવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમ્યાન વીજળી પડવાને કારણે બિહારની રાજધાની પટનામાં બાવીસ લોકોનાં મોત થયાં હતાં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહારના ૧૩ જિલ્લામાં વાવાઝોડાની અને બધા જિલ્લામાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી આવનારા ૩ દિવસ માટે કરવામાં આવી છે.
ઉત્તરાખંડના થરાલીમાં ત્રણ કલાક ત્રાટકેલા વરસાદે તબાહી મચાવી, કાટમાળમાં દબાઈ અનેક ગાડી
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં બુધવારે લાંબા સમય બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ચમોલીના થરાલીમાં અનેક ગામોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદથી તબાહી મચી ગઈ હતી. ગ્વાલદમ, થરાલી, ડુંગ્રી, કુલસારી, તલવાડી સહિત અનેક ગામોમાં પડેલા આફતના વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
સ્ટૅચ્યુ ઑફ યુનિટી પર આજે પહેલી વાર ૩૫૧ મીટર લાંબી સાડીથી અંગદાન-જાગૃતિનો સંદેશ અપાશે
મધ્ય ગુજરાતમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલા સરદાર પટેલ ડૅમ પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા ખાતે આજે પહેલી વાર વિશેષ પહેલ કરીને ૩૫૧ મીટર લાંબી સાડીથી અંગદાન-જાગૃતિનો સંદેશ આપવામાં આવશે. પોસ્ટરો, પ્લૅકાર્ડ્સ અને બૅનરો સાથે સુરતની નવી સિવિલ હૉસ્પિટલના આરોગ્યસેનાનીઓ દ્વારા પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત કરવામાં આવશે.
અંગ્રેજીમાં સ્ટૉપ નહીં, મરાઠીમાં થાંબા
રાજ્યમાં મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનું સરકારે શરૂ કરાવ્યું હોવાથી હવે ટ્રૅફિક સિગ્નલ પર મોટરિસ્ટોને મરાઠી ભાષામાં સૂચના જોવા મળી રહી છે. તસવીર ઃ શાદાબ ખાન
જાગૃતિ ફેલાવવા ફાયરબ્રિગેડે કરી પરેડ
ફાયર સર્વિસ વીક વિશે જાગૃતિ ફેલાવવા માટે મુંબઈ ફાયરબ્રિગેડના જવાનોએ ભાયખલામાં આવેલા એના હેડક્વૉર્ટરથી ગ્રાન્ટ રોડના નાના ચોક સુધી ગઈ કાલે પરેડ કરી હતી. ૧૪ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી ફાયર સર્વિસ વીક છે.

