ભારતનાં ગામડાંઓમાં જનની સુરક્ષા યોજના અને મહિલા નસબંધીના કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને ચોક્કસ વળતર આપવામાં આવે છે. જોકે આ વળતરનો કઈ હદે દુરુપયોગ થાય છે એ જાણીને ચોંકી જવાય એમ છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતનાં ગામડાંઓમાં જનની સુરક્ષા યોજના અને મહિલા નસબંધીના કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને ચોક્કસ વળતર આપવામાં આવે છે. જોકે આ વળતરનો કઈ હદે દુરુપયોગ થાય છે એ જાણીને ચોંકી જવાય એમ છે. ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના ફતેહાબાદમાં એક સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ઇન્સ્પેક્શન અને ઑડિટ દરમ્યાન ખબર પડી કે એક જ મહિલાના નામે ૨૫ ડિલિવરી અને પાંચ વાર નસબંધી કરાવ્યાનો રેકૉર્ડ છે. અને હા, આ બધું જ જસ્ટ ૩૦ મહિનાના ગાળામાં થયું છે. એટલું જ નહીં, આ તમામ માટે તે મહિલાને સરકારી યોજના અંતર્ગત મળતા લાભો પણ આપવામાં આવ્યા છે.

