Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કન્ટેન્ટ-ક્રીએટર બનાવવા માટે ૧૫,૦૦૦ સ્કૂલો અને ૫૦૦ કૉલેજોમાં શરૂ કરવામાં આવશે ખાસ લૅબોરેટરી

કન્ટેન્ટ-ક્રીએટર બનાવવા માટે ૧૫,૦૦૦ સ્કૂલો અને ૫૦૦ કૉલેજોમાં શરૂ કરવામાં આવશે ખાસ લૅબોરેટરી

Published : 02 February, 2026 09:28 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ક્ષેત્રોને નડતી સમસ્યાઓના હલ માટે ખાસ પ્રયાસ કરવાનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંસદમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભારતના ઊભરતા સર્જક અને ડિઝાઇન અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. ડિજિટલ સર્જકો અને ડિઝાઇન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર દેશભરની ૧૫,૦૦૦ સેકન્ડરી સ્કૂલો અને ૫૦૦ કૉલેજોમાં કન્ટેન્ટ-ક્રીએટર લૅબ્સ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. આ લૅબોરેટરી યુવાનોને સર્જનાત્મક અને ટેક કૌશલ્યમાં તાલીમ આપશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રીએટિવ ટેક્નૉલૉજીઝ (IICT) મુંબઈ સાથે સહયોગથી, ઍનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કૉમિક્સ (AVGC) કન્ટેન્ટ-ક્રીએટર લેબ્સ દેશભરમાં ખોલવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ નાની ઉંમરથી જ ડિજિટલ સામગ્રી નિર્માણ અને સર્જનાત્મક તકનિકનો વ્યવહારુ અનુભવ 
મેળવી શકે.

ગયા વર્ષે મે મહિનામાં IICTએ ગૂગલ, યુટ્યુબ, મેટા, અડોબી, માઇક્રોસૉફ્ટ, એન્વિડિયા અને જિયોસ્ટાર જેવી અગ્રણી કંપનીઓને ઉદ્યોગ ભાગીદારો તરીકે ઉમેરી હતી. આ કંપનીઓ અભ્યાસક્રમ વિકાસ, ઇન્ટર્નશિપ અને શિષ્યવૃત્તિ સહિત સર્જનાત્મક ટેક સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન અને ઇન્ક્યુબેશન સપોર્ટ પ્રદાન કરશે. આ ઉપરાંત બજેટમાં ડિઝાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પૂર્વ ભારતમાં એક નવી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID)ની સ્થાપનાનો પણ પ્રસ્તાવ છે. નાણાપ્રધાને નોંધ્યું હતું કે ડિઝાઇન ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે, પરંતુ દેશમાં પ્રશિક્ષિત ડિઝાઇનર્સની અછત છે.



ઑરેન્જ ઇકૉનૉમી : સર્જનશીલ ઉદ્યોગોના વિકાસને મહત્ત્વ અપાયું


કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં દેશના સર્જનશીલ ઉદ્યોગોના આર્થિક વિકાસને એક મુખ્ય ચાલકબળ તરીકે પ્રસ્તુત કર્યો છે. એમાં ખાસ કરીને ઑરેન્જ ઇકૉનૉમીના સિદ્ધાંત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ઍનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કૉમિક્સ (AVGC) ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આર્થિક સર્વેક્ષણ ૨૦૨૫-’૨૬ અનુસાર રચનાત્મકતા આધારિત ક્ષેત્રો રોજગાર અને શહેરી સેવાઓને મોટા પાયે બળ પૂરું પાડી શકે છે. આ ક્ષેત્રોમાં સાંસ્કૃતિક, પ્રસારમાધ્યમો, મનોરંજન અને બૌદ્ધિક સંપદાનો સમાવેશ થાય છે. 


લાઇવ સંગીતમાં વૈશ્વિક સ્તરે પ્રાપ્ત સફળતાનું ઉદાહરણ આપીને એવું જણાવવામાં આવ્યું છે કે ભારતની કૉન્સર્ટ ઇકૉનૉમી ભલે હજી પ્રારંભિક ચરણમાં છે, પરંતુ એ વસ્તીની દૃષ્ટિએ તેમ જ ડિજિટલ ટ્રેન્ડ્સને કારણે ઝડપથી આગળ વધી રહી છે.

આ ક્ષેત્રોને નડતી સમસ્યાઓના હલ માટે ખાસ પ્રયાસ કરવાનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે.

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે વૈશ્વિક અનુભવ પરથી માલૂમ પડ્યું છે કે દુનિયામાં સંગીત ક્ષેત્રમાંથી થતી આવકનો એકતૃતીયાંશ હિસ્સો લાઇવ સંગીતનો છે. એકલા અમેરિકામાં જ ૨૦૧૯માં લાઇવ સંગીતે ૧૩૦ અબજ ડૉલરની આર્થિક ઊપજ કરી આપી હતી અને ૯ લાખથી વધારે નોકરીઓનું નિર્માણ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 09:28 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK