ઇન્કમ ટૅક્સમાં પણ વેપારીઓને અપેક્ષા પ્રમાણે રાહત નથી આપવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
બજેટની સમીક્ષા કરતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે વેપારી વર્ગને અપેક્ષિત લાભ મળ્યો નથી. MSMEના સેક્શન ૪૩ (B)hને હટાવવાનો વાયદો પણ પૂરો થયો નથી, જેને કારણે કરોડો વેપારીઓને અસર થઈ રહી છે.
ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાઓને બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે, પણ વેપારીઓ માટે કોઈ વિશેષ જોગવાઈ નથી કરવામાં આવી.
ADVERTISEMENT
એ સિવાય ઇન્કમ ટૅક્સમાં પણ વેપારીઓને અપેક્ષા પ્રમાણે રાહત નથી આપવામાં આવી.
લૉન્ગ ટર્મ અને શૉર્ટ ટર્મ ગેઇન પર ટૅક્સ વધારવાથી વેપારીઓ પરનો બોજ વધી ગયો છે, જેને કારણે વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે. વેપારીઓની તકલીફો પર ધ્યાન અપાય એ માટે યોગ્ય પૉલિસી બનાવાય એ જરૂરી છે.
- જિતેન્દ્ર શાહ (પ્રેસિડન્ટ, ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર)

