Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Ujjain Rape Case: ફાટેલાં કપડે મદદ માંગતી સગીરાની વ્હારે કોઈ ન આવ્યું, પોલીસે કરી આરોપીની ધરપકડ

Ujjain Rape Case: ફાટેલાં કપડે મદદ માંગતી સગીરાની વ્હારે કોઈ ન આવ્યું, પોલીસે કરી આરોપીની ધરપકડ

29 September, 2023 09:30 AM IST | Ujjain
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પર પોલીસે ત્રણ દિવસ પછી આરોપી ઓટો ડ્રાઈવર (Ujjain Rape Case Accused)ની ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Ujjain Rape Case: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પર પોલીસે ત્રણ દિવસ પછી આરોપી ઓટો ડ્રાઈવર (Ujjain Rape Case Accused)ની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ઓટોમાં લોહીના નિશાન મળી આવ્યા હતા. ઓટો ચાલકનું નામ ભરત સોની છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડ્રાઈવર પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ઈજાના કારણે તેનો પગ તૂટી ગયો હતો. જે બાદ આરોપીને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. ઓટો ડ્રાઈવરની સાથે પોલીસે અન્ય 3 લોકોની પણ અટકાયત કરી છે. જો કે તેના નામનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો.


ઉજ્જૈનના એસપી સચિન શર્માએ જણાવ્યું હતું કે, "અમે આરોપીને તે સ્થળે લઈ ગયા હતા જ્યાં ગુનો આચરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ ત્યાં તેમના કામમાં વ્યસ્ત હતી, ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો. વધુમાં,અથડામણને કારણે આરોપી પડી ગયો. તેને પકડવાના પ્રયાસમાં અમારા બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા."



પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ભરત સોની ઉજ્જૈનની ઝૂંપડપટ્ટીનો રહેવાસી છે અને ઓટો ડ્રાઈવર તરીકે કામ કરે છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ જીવનખેડીમાં બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, પકડાયેલ આરોપી ડ્રાઈવર બળાત્કારની વાતને નકારી રહ્યો છે. તે કહે છે કે છોકરીની મદદ કરતી વખતે તેણે તેને જીવનખેડી વિસ્તારમાંથી પોતાની ઓટોમાં બેસાડી હતી.


એસપી સચિન શર્માએ કહ્યું કે મામલો સામે આવ્યા બાદ જ અમે એસઆઈટીની રચના કરી હતી. પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઓટો ડ્રાઈવરને યુવતી એકલી અવસ્થામાં મળી હતી. એસપી સચિન શર્માએ જણાવ્યું કે બાળકી સ્પેશિયલ ચાઈલ્ડ છે. તે તેના ગામ અને જિલ્લાનું નામ જણાવી શકતી નથી.

એસપી સચિન શર્માએ વધુમાં જણાવ્યું કે યુવતી સતના જિલ્લાના એક ગામની રહેવાસી છે. તે 24 સપ્ટેમ્બરે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. સતના જિલ્લાના જૈતવાડા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે.


બાળકી 25 સપ્ટેમ્બરે લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી

યુવતી 25 સપ્ટેમ્બરના રોજ મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાંડી આશ્રમ પાસે નિરાશ હાલતમાં મળી આવી હતી. તેના કપડાં લોહીથી લથબથ હતા. પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હતું. અડધા પોશાક પહેરીને યુવતી સાંવરખેડી સિંહસ્થ બાયપાસની કોલોનીઓમાં અઢી કલાક સુધી ભટકતી રહી. તેના સીસીટીવી ફૂટેજ પોલીસે શોધી કાઢ્યા છે. તેણી આઠ કિલોમીટર સુધી ચાલી હતી.

યુવતી ટ્રેન દ્વારા ઉજ્જૈન પહોંચી હતી

એસપી સચિન શર્માના જણાવ્યા અનુસાર, યુવતી પોતાનું ઘર છોડીને ટ્રેન દ્વારા ઉજ્જૈન પહોંચી હતી. તે સોમવારે સવારે 3 વાગે ઉજ્જૈન રેલવે સ્ટેશન પર ઉતરી હતી. અહીં તેણે એક ઓટો ડ્રાઈવર સાથે વાત કરી. સીસીટીવી ફૂટેજમાં યુવતી અલગ-અલગ ઓટો ચાલકો સાથે જોવા મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 September, 2023 09:30 AM IST | Ujjain | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK