તેણે પોલીસને જણાવ્યું હતું કે તેની મમ્મીની સાથે પણ ખોટું કામ થયું છે
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ૧૨ વર્ષની એક છોકરી પર ક્રૂરતાની તમામ હદ પાર કરવામાં આવી. આ છોકરી પર રેપ કરવામાં આવ્યો. તેનાં કપડાં પણ રેપિસ્ટ્સે ફાડી નાખ્યાં. એ ફાટેલાં કપડાંમાં પોતાના શરીરને કોઈ રીતે છુપાવવાની કોશિશ કરતી જોવા મળી. તે બરાબર ચાલી પણ નહોતી શકતી. કોઈ રીતે તે એક ઘરની પાસે પહોંચે છે, પરંતુ એ ઘરમાં રહેલી વ્યક્તિને તેની હાલત જોઈને કોઈ ફરક પડતો નથી. તેણે આ છોકરીને શરીર ઢાંકવા માટે એક કપડું પણ નહોતું આપ્યું. તેના પ્રાઇવેટ પાર્ટ્સમાં ગંભીર ઈજા થઈ છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેની મમ્મીની સાથે પણ ખોટું કામ થયું છે. સોમવારે સાંજે દાંડી આશ્રમની પાસે આ છોકરી મળી હતી. તેનાં કપડાં પર લોહી હતું. એ છોકરી એવી જ ખરાબ હાલતમાં આગળ વધે છે. બાદમાં એના વિશે પોલીસને જાણ કરવામાં આવી અને એ છોકરીને સારવાર માટે હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. આ છોકરીની સ્થિતિ હજી ગંભીર છે. પોલીસે આ મામલે એક શકમંદને કસ્ટડીમાં લીધો છે.
સિનિયર પોલીસ ઑફિસર સચિન શર્માએ જણાવ્યું હતું કે આ છોકરીના મેડિકલ એક્ઝામિનેશનથી તેનો રેપ થયો હોવાનું કન્ફર્મ થયું છે. તે અત્યારે પોલીસને તેનું નામ અને સરનામું જણાવવાની સ્થિતિમાં નથી. આ છોકરીની ભાષાના આધારે જણાય છે કે તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની આસપાસના વિસ્તારની છે.
ADVERTISEMENT
મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે એસઆઇટીની રચના કરવામાં આવી છે.


