Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફ્લાઇટ હાલકડોલક થઈ એમાં ૧૪ જણ ઘવાયા

ફ્લાઇટ હાલકડોલક થઈ એમાં ૧૪ જણ ઘવાયા

Published : 05 August, 2026 11:47 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ‍ુકેતથી દિલ્હી આવતું ઍર ઇન્ડિયાનું પ્લેન હવામાં અચાનક નીચે પછડાયું એને પગલે પ્રવાસીઓ ઓવરહેડ કૅબિન સાથે અથડાયા, દિલ્હીમાં સલામત લૅન્ડિંગ પછી સારવાર અપાઈ

ટર્બ્યુલન્સને લીધે ફ્લાઇટમાં મચેલી અફરાતફરીમાં કોઈનાં જૂતાં નીકળી ગયાં હતાં તો કોઈનું માથું રંગાયું હતું.ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટની બહાર આવતા ઇન્જર્ડ પૅસેન્જરો.

ટર્બ્યુલન્સને લીધે ફ્લાઇટમાં મચેલી અફરાતફરીમાં કોઈનાં જૂતાં નીકળી ગયાં હતાં તો કોઈનું માથું રંગાયું હતું.ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટની બહાર આવતા ઇન્જર્ડ પૅસેન્જરો.


ફુકેતથી દિલ્હી આવી રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ (AI2379)એ મંગળવારે મિડ-ઍર ટર્બ્યુલન્સને કારણે અચાનક ઊંચાઈ ગુમાવતાં એક બાળક સહિત ૧૨ પ્રવાસીઓ અને બે ક્રૂ-મેમ્બર્સ ઈજાગ્રસ્ત થયા હતા. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિમાં અનેક પ્રવાસીઓનાં માથાં વિમાનની ઓવરહેડ કૅબિન સાથે અથડાયાં હતાં, જેને કારણે ઓવરહેડ કૅબિનમાં તિરાડો પણ પડી ગઈ હતી.
પ્રવાસીઓના જણાવ્યા અનુસાર સવારે ઉડાન ભરેલા વિમાને અચાનક જ જોરદાર આંચકા સાથે નીચેની તરફ ગોથાં ખાધાં હતાં, જેનાથી કેટલાક લોકો પોતાની સીટ પરથી ઉપરની તરફ ફેંકાયા હતા અને વિમાનમાં ચીસાચીસ મચી ગઈ હતી. કેટલાક પ્રવાસીઓનાં માથાંમાંથી લોહી વહેવા લાગ્યું હતું.

દિલ્હી ઍરપૉર્ટ પર ફ્લાઇટનું સલામત લૅન્ડિંગ થયા બાદ તમામ પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ઍરપૉર્ટની મેડિકલ સુવિધા આપવામાં આવી હતી તેમ જ ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 11:47 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK