Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારાની જાહેરાત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પહેલીવાર આપી પ્રતિક્રિયા; ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી વડાપ્રધાને
એમએસ સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં વડાપ્રધાન મોદી
અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald)એ ભારત (India) પર ટેરિફ (Trump Tariff) વધારવાની જાહેરાત કર્યા બાદ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની પહેલી પ્રતિક્રિયા આવી છે. આડકતરી રીતે બોલતા પીએમ મોદીએ કહ્યું કે, ‘અમારા માટે અમારા ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે, પછી ભલે તેના માટે ગમે તે કિંમત ચૂકવવી પડે.’
ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટૅરિફ લાદવાના આદેશ પર સહી કરવાની સાથે ટૅરિફનો દર ડબલ કરી દેવાની જાહેરાત કરી હતી. આજથી એટલે કે ૭ ઑગસ્ટથી અમેરિકા નિકાસ થતી ભારતની ચીજવસ્તુઓ પર પચીસ ટકા ટૅરિફ લાદવાની શરૂઆત થઈ ગઈ છે. રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ આગળ ધરીને ડોનલ્ડ ટ્રમ્પે ભારત પરના ટૅરિફના આંકડાને ડબલ એટલે કે ૫૦ ટકા કરી દીધો છે, જે ૨૭ ઑગસ્ટથી અમલમાં આવશે. એ પછી પહેલીવાર વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા (PM Narednra Modi`s firm stand after Donald Trump`s 50 percent tariffs) આપી છે.
ADVERTISEMENT
એમએસ સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદ (MS Swaminathan Centenary International Conference)માં બોલતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. હું વ્યક્તિગત રીતે જાણું છું કે મારે આ માટે ભારે કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તેના માટે તૈયાર છું. આજે, ભારત દેશના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતો માટે તૈયાર છે.’ અમેરિકા કે ટ્રમ્પનું નામ લીધા વિના, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યો કે તેઓ આવા વલણ અપનાવવાની કિંમતથી વાકેફ છે.
આ કાર્યક્રમમાં પીએમએ કહ્યું કે, ‘પ્રો. સ્વામીનાથન સાથે મારો સંબંધ ઘણા વર્ષો જૂનો છે. ઘણા લોકો ગુજરાતની શરૂઆતની પરિસ્થિતિઓથી વાકેફ છે. અગાઉ, દુષ્કાળ અને ચક્રવાતને કારણે કૃષિ ખૂબ જ સંકટનો સામનો કરી રહી હતી અને કચ્છમાં રણીકરણ વિસ્તરી રહ્યું હતું. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે અમે સોઇલ હેલ્થ કાર્ડ પર કામ કરવાનું શરૂ કર્યું. પછી પ્રો. સ્વામીનાથને તેમાં ઘણો રસ દાખવ્યો, તેમણે ખુલ્લેઆમ અમને સૂચનો આપ્યા અને માર્ગદર્શન આપ્યું. તેમના યોગદાનને કારણે, આ પહેલને મોટી સફળતા મળી.’
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ‘કેટલાક એવા વ્યક્તિત્વ છે જેમનું યોગદાન કોઈ એક યુગ કે કોઈ એક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. પ્રો. એમ.એસ. સ્વામિનાથન એક એવા મહાન વૈજ્ઞાનિક હતા અને ભારત માતાના સાચા પુત્ર હતા. તેમણે વિજ્ઞાનને જાહેર સેવાનું માધ્યમ બનાવ્યું. તેમણે દેશની ખાદ્ય સુરક્ષાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું. તેમણે એક એવી ચેતના જાગૃત કરી જે આવનારી ઘણી સદીઓ સુધી ભારતની નીતિઓ અને પ્રાથમિકતાઓનું માર્ગદર્શન કરતી રહેશે.’


