Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલી ટૂરિસ્ટ સાથે બર્બરતા કરનારા ૩ આરોપીઓને ફાંસીની સજા

ઇઝરાયલી ટૂરિસ્ટ સાથે બર્બરતા કરનારા ૩ આરોપીઓને ફાંસીની સજા

Published : 17 February, 2026 10:40 AM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હમ્પીના ગૅન્ગરેપ અને મર્ડરકેસમાં ઐતિહાસિક નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કર્ણાટકમાં એક વિદેશી મહિલા સાથે થયેલી બર્બરતા અને હત્યાના મામલે ગઈ કાલે ગંગાવતી સિવિલ કોર્ટે આરોપીઓને આ જઘન્ય અપરાધને ‘રૅરેસ્ટ ઑફ ધ રૅર’ શ્રેણીમાં રાખીને ત્રણ દોષીઓને મોતની સજા સંભળાવી હતી. આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી હતી એટલું જ નહીં, એનાથી ઇન્ટરનૅશનલ પર્યટકો પર પણ અસર થઈ હતી. 

કોપ્પલ જિલ્લાના હમ્પીમાં ઇઝરાયલી મહિલા સાથે ગૅન્ગરેપ અને એક યુવકની હત્યાના મામલે ગઈ કાલે કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. આ ઘટના ૨૦૨૫ની છઠ્ઠી માર્ચે હમ્પીના સનાપુર પાસે બની હતી. ગંગાવતી સિવિલ કોર્ટના જજ સદાનંદ નાગપ્પા નાઈકે મલ્લેશ ઉર્ફે હાંડી મલ્લા, શરણબસવ અને ચૈતન્ય સાઈ નામના ત્રણ યુવાનોને દોષી ઠરાવીને મોતની સજા સંભળાવી હતી. ૭ ફેબ્રુઆરીએ તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ગઈ કાલે તેમની સજા નક્કી કરવામાં આવી હતી. 



એક હોમસ્ટે માલિક મહારાષ્ટ્રના પંકજ, ઓડિશાના બિભાસ, અમેરિકાના ડૅનિયલ અને એક ઇઝરાયલી મહિલાને તુંગભદ્રા નહેર પાસે લઈ ગયો હતો. એ લોકો ત્યાં તારા જોવા ગયાં હતાં. એ રાતે લગભગ ૧૦.૩૦ વાગ્યે ત્રણ બાઇકસવારો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ પહેલાં તેમની સાથે પૈસાને લઈને ઝઘડો કર્યો હતો અને પછી તેમણે ત્રણેય પુરુષોને નહેરમાં ધકેલી દીધા અને તેમને પથ્થર માર્યા હતા. એમાં ઓડિશાના બિભાસકુમારનું મૃત્યુ થયું હતું જ્યારે ડૅનિયલ અને પંકજનો જીવ બચી ગયો હતો. 


એ પછી આરોપીએ ઇઝરાયલી મહિલા પર ગૅન્ગરેપ કર્યો હતો અને પછી તેને લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓ પર માત્ર રેપ અને મર્ડરની જ નહીં; પરંતુ હત્યાની કોશિશ, ડકૈતી અને ધાકધમકીની કલમ પણ લગાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 10:40 AM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK