° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


પીએમ પર પ્રેશર અકબંધ રાખવા હજારો ખેડૂતો લખનઉમાં ભેગા થયા

23 November, 2021 11:30 AM IST | New Delhi | Agency

લખનઉના ઇકો ગાર્ડનમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો આવ્યા હતા. 

લખનઉમાં મહાપંચાયત રૅલીમાં સરકાર પર દબાણ કરવા ભેગા થયેલા સંયુક્ત કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત તેમ જ અન્ય પદાધિકારીઓ.  પી.ટી.આઇ.

લખનઉમાં મહાપંચાયત રૅલીમાં સરકાર પર દબાણ કરવા ભેગા થયેલા સંયુક્ત કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત તેમ જ અન્ય પદાધિકારીઓ. પી.ટી.આઇ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં ખેડૂતોએ ગઈ કાલે રૅલી કાઢી હતી અને તેમની કેટલીક માગણીઓ મૂકી હતી. હજારો ખેડૂતો ઉત્તર પ્રદેશના લખનઉમાં વિશાળ રૅલી માટે એકત્ર થયા હતા કે જે રાજ્યમાં આવતા વર્ષની શરૂઆતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે બીજેપી કોશિશ કરી રહી છે. લખનઉના ઇકો ગાર્ડનમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો આવ્યા હતા. 
કિસાન મહાપંચાયતમાં મંત્રી અજય મિશ્રાના તાત્કાલિક રાજીનામાની માગણી કરવામાં આવી હતી. કેમ કે તેમના દીકરા આશિષની લખીમપુર ખૈરી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એમએસપી માટે કાયદાકીય ગૅરન્ટી અને ઇલેક્ટ્રિસિટી સુધારા બિલને પાછું ખેંચી લેવાની તેમજ આંદોલન દરમિયાન હજારો ખેડૂતોની વિરુદ્ધ થયેલા કેસને તાત્કાલિક પાછા ખેંચી લેવાની પણ માગણી કરાઈ હતી. 

23 November, 2021 11:30 AM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

નાગાલેન્ડ હિંસા: અમિત શાહનું નિવેદન, કહ્યું નાગરિકોની ઓળખ કરવામાં સેનાએ કરી ભૂલ

સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું કે નાગાલેન્ડમાં સેનાના ગોળીબારમાં 14 લોકો માર્યા ગયાના મામલામાં સેનાએ નાગરિકોને ઓળખવામાં ભૂલ કરી હતી.

06 December, 2021 04:16 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોરોનાનું ફરી જોખમ.?તેલંગાણામાં મેડિકલ કોલેજના 43 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત

લગભગ એક સપ્તાહ પહેલા કોલેજનો એન્યુઅલ ડે ઈવેન્ટ યોજાયો હતો, જેને કોરોના સંક્રમણ ફેલાવવાનું કારણ માનવામાં આવે છે.

06 December, 2021 03:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

સ્કૂલમાંથી કાઢી મૂક્યો તો વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર ચલાવી ગોળી, જાણો વધુ

સ્કૂલ પ્રશાસનનું કહેવું છે કે આરોપી વિદ્યાર્થી સ્કૂલમાં ખૂબ જ મસ્તી કરતો હતો જેને કારણે તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, ત્યાર બાદ તે આવી હરકત કરવા માંડ્યો.

06 December, 2021 03:31 IST | Rajasthann | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK