બે વ્યક્તિ વચ્ચે સંમતિપૂર્વક સેક્સ અયોગ્ય નથી, ભલે તેઓ મૅરિડ હોય
દિલ્હી હાઈ કોર્ટ
દિલ્હી હાઈ કોર્ટે લગ્નની લાલચ આપીને મહિલા પર રેપ કરવાના કેસમાં એક પરિણીત પુરુષને દોષમુક્ત ઠેરવતાં જણાવ્યું હતું કે પુખ્ત વયની બે વ્યક્તિ વચ્ચે સર્વસંમતિથી જાતીય સંબંધ બંધાય એમાં કશું અયોગ્ય નથી, ભલે તેઓ પરિણીત હોય. કોર્ટે કહ્યું હતું કે પુરુષ પરિણીત હોવાની જાણ છતાં ફરિયાદી મહિલા સેક્સ માટે સંમત થઈ હતી તથા પુરુષ દ્વારા જાતીય સંબંધ બાંધવા માટે બળજબરી કરવામાં આવી હોવાનો કોઈ પુરાવો પણ નથી. દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ અમિત મહાજને ૨૯ એપ્રિલે આ ચુકાદો આપતાં એમ પણ કહ્યું હતું કે સમાજ એવું માને છે કે લગ્નસંબંધથી જોડાયેલી બે વ્યક્તિ જ જાતીય સંબંધ બાંધી શકે છે, પણ પરસ્પર સંમતિ સાથેના જાતીય સંબંધમાં કશું ખોટું નથી. આ કેસમાં ફરિયાદી મહિલાએ જાતીય સંબંધના ૧૫ મહિના પછી ફરિયાદ કરી હતી. કોર્ટે આ બાબતને પણ ધ્યાનમાં લીધી હતી.