શૂટર્સની ગોઠવણ કરવા અને રેકી કરવામાં મદદ કરવાનો બન્ને પર આક્ષેપ, અગાઉ ૯ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ચંદ્રનાથ રથ
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની હત્યાના કાવતરામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે કાર્યકરોની ધરપકડ કરી છે. અટકાયતમાં લેવાયેલા સાગર સોનકર અને સાહેબ સોનકર નામના આ બન્ને આરોપીઓ ભાઈઓ છે અને તેઓ ચંદ્રનાથ રથની ટીમમાં જ કામ કરતા હતા.
CBIના અધિકારીઓના જણાવ્યા મુજબ બન્ને આરોપીઓએ શૂટર્સની ગોઠવણ કરવાથી લઈને લૉજિસ્ટિક્સ પૂરું પાડવામાં અને રેકી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રાથમિક તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે તેઓ વિરોધી રાજકીય પક્ષ સાથે પણ સંપર્કમાં હતા.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ૬ મેએ પોતાના ઘરે પાછા ફરી રહેલા ચંદ્રનાથ રથની કાર પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં CBI અગાઉ ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ૯ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે.
