Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદી હુમલો, આટલા લોકોનાં મોત

કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદી હુમલો, આટલા લોકોનાં મોત

09 June, 2024 09:48 PM IST | Jammu
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રિયાસીના એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું કે પ્રારંભિક અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ શિવ ઘોડીથી કટરા જઈ રહેલી બસ પર ગોળીબાર (Terrorists Attack) કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો

તસવીર સૌજન્ય : પીટીઆઈ

તસવીર સૌજન્ય : પીટીઆઈ


જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો (Terrorists Attack) કર્યો છે. આમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ આતંકવાદી હુમલો નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રિયાસી જિલ્લાના કાંડા વિસ્તારમાં થયો હતો.


રિયાસીના એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું કે પ્રારંભિક અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ શિવ ઘોડીથી કટરા જઈ રહેલી બસ પર ગોળીબાર (Terrorists Attack) કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો. જેના કારણે બસ ખાડામાં પડી હતી. 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા.



મોહિતા શર્માએ જણાવ્યું કે, બસમાં સવાર અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે. મુસાફરોની ઓળખ થઈ નથી. મોટાભાગના શ્રદ્ધાળુઓ (Terrorists Attack) ઉત્તર પ્રદેશના છે. શિવ ઘોડી મંદિર માતા વૈષ્ણો દેવીનો આધાર શિબિર છે. સુરક્ષા દળોએ તેને સુરક્ષિત કરી લીધો છે અને વિસ્તારને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે.


4 મેના રોજ ઍરફોર્સના કાફલા પર હુમલો

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં 4 મેના રોજ એરફોર્સના જવાનો પર થયેલા આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો હતો, વાસ્તવમાં આ હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા હતા, જેમને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું હતું.


આ હુમલો પૂંચના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર જોરદાર ગોળીબાર કર્યો હતો. આ વાહનોમાંથી એક એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કાચને ઓળંગી ગઈ હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં પણ પૂંચમાં હુમલો

આ વર્ષે 12 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ પછી સૈનિકોએ જવાબી કાર્યવાહી કરવી પડી. કોઈના ઘાયલ કે માર્યા ગયાના સમાચાર નથી. ગુપ્તચર માહિતી અનુસાર 250-300 આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે.

16 ડિસેમ્બર, 2023 ના રોજ, BSFના એક વરિષ્ઠ અધિકારીએ ગુપ્ત માહિતીને ટાંકીને માહિતી આપી હતી કે 250 થી 300 આતંકવાદીઓ પાકિસ્તાન સરહદ પરના લોન્ચપેડ પર છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે.

BSF IG અશોક યાદવે પુલવામામાં કહ્યું કે આતંકવાદી ગતિવિધિઓને જોતા અમે (BSF) અને સેના સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યા છીએ અને સતર્ક છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે. જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસના કામને વધુ સારી રીતે આગળ વધારી શકીશું.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2024 09:48 PM IST | Jammu | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK