Tejashwi Yadav Car: જન વિશ્વાસ યાત્રા દરમિયાન સુરક્ષા માટે તૈનાત એક એસ્કોર્ટ વાહન અન્ય વાહન સાથે અથડાયું હતું. નવ લોકો ઘાયલ થયા છે.
તેજસ્વી યાદવની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- ઘાયલોને સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
- સૌ હાલ તો ખતરાની બહાર હોવાના અહેવાલ મળી રહ્યા છે
- તેજસ્વી યાદવની જનવિશ્વાસ યાત્રા દરમિયાન રાત્રે 11:30 વાગ્યે આ ઘટના બની હતી
બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેઓ હાલ જન વિશ્વાસ યાત્રા કરી રહ્યા છે. આ જ યાત્રા દરમિયાન સુરક્ષા માટે તૈનાત એક એસ્કોર્ટ વાહન અન્ય વાહન સાથે અથડાયું (Tejashwi Yadav Car) હતું. આ ટક્કર થવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
આ ઘટનામાં એક વ્યક્તિનું મોત
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં એસ્કોર્ટ વાહન (Tejashwi Yadav Car)ના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે છ અન્ય પોલીસકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા છે. એસ્કોર્ટ વાહન જ્યારે અન્ય કોઈ વાહન સાથે ટકરાયું હતું ત્યારે મોટી દુર્ઘટના ઘટી હતી. તમામ ઘાયલોને હાલમાં તો સારવાર માટે સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ડ્રાઈવરનું નામ મોહમ્મદ હલીમ આલમ છે. મધુબનીનો રહેવાસી હતો.
ક્યારે અને કઈ રીતે આ દુર્ઘટના બની?
પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના પૂર્ણિયા જિલ્લામાં વિપક્ષના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની જનવિશ્વાસ યાત્રા દરમિયાન રાત્રે 11:30 વાગ્યે સુરક્ષા દળો સાથે પરત ફરી રહેલા પોલીસ એસ્કોર્ટ વાહન (Tejashwi Yadav Car) અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેને કારણે એક મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના પૂર્ણિયા-કટિહાર રોડ પર એક ખાનગી મેરેજ હોલ પાસે બની હતી.
તેજસ્વિની યાદવના કાફલામાં સામેલ એક વાહન મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેલૌરી નજીક પૂર્ણિયા-કટિહાર ચાર-માર્ગીય રોડ પર રોંગ સાઇડમાં ચાલ્યું ગયું હતું. આ દરમિયાન એસ્કોર્ટ વાહન (Tejashwi Yadav Car) એક અન્ય કાર સાથે ટકરાયું હતું. આ દુર્ઘટનામાં અન્ય સવાર લોકોને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેઓ ઘાયલ થયાં છે. પોલીસ દ્વારા આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
કઈ રીતે ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે?
તમને જણાવી દઈએ કે કાર અને એસ્કોર્ટ વાહન (Tejashwi Yadav Car) વચ્ચે જ્યારે ટક્કર થઈ ત્યારે ૬ જેટલા અન્ય વ્યક્તિઓને પણ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. તેઓ ઘટનાસ્થળે જ ઘાયલ થઈ ગયા હતા. જોકે, કાર સવારની એરબેગ ખુલી ગઈ હતી. જેને કારણે તે સૌ હાલ તો ખતરાની બહાર હોવાના અહેવાલ મળી રહ્યા છે. તમામને તાબડતોબ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નજીકની સરકારી મેડિકલ કોલેજમાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચી અકસ્માતની માહિતી મેળવી હતી.
જોકે આ મામલે હજી સુધી તેજસ્વી યાદવ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પોલીસ દ્વારા આ મામલે તપોસ માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગઈ છે.