Supreme Court: ઍપલ યુનિક આઇડેન્ટિફિકેશન નંબરનો ઉપયોગ કરીને ચોરાઇ ગયેલા આઇફોનને શોધી શકાશે તેવી આશા હવે ખોટી ઠરી છે.
એપલ આઇફોનની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- NCDRCના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી
- સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે એપલની આમાં કોઈ ફરજ બનતી નથી.
- મોબાઈલને ટ્રેસ કરવા માટે યોગ્ય પગલાં લેવા ઍપલ કંપનીની ફરજ નથી
ઍપલ આઇફોન એક અનન્ય આઈડી નંબર સાથે જ આવતા હોય છે. જે ઍપલ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નંબરનો ઉપયોગ કરીને ચોરાઇ ગયેલા આઇફોનને શોધી શકાશે તેવી આશા જો કોઈ ગ્રાહક રાખતો હોય તો તેની આશા પર હવે પાણી ફરી વળ્યું છે. કારણકે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા તાજેતરમાં જ આવી આશા પર પાણી ફેરવતું નિવેદન આપવામાં આવ્યું હતું.
શું ઍપલની ફરજ છે કે ચોરાયેલા iPhones શોધી કાઢે?
ADVERTISEMENT
તાજેતરમાં જ ઓડિશા સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને આદેશ જારી કર્યો હતો કે ચોરાયેલા iPhones શોધી કાઢવાની ફરજ ઍપલની બને છે. પણ પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાજેતરમાં ઓડિશા સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનના આદેશમાં કરાયેલા અવલોકનને નકારી કાઢ્યું હતું કે ઍપલની એ ફરજ નથી કે તે ચોરાઇ ગયેલા iPhones શોધી કાઢે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન શું જણાવ્યું?
સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ઍપલ ઈન્ડિયા દ્વારા ચોરાયેલા આઈફોન સંબંધિત ફરિયાદમાં આપવામાં આવેલા નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC)ના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “ગ્રાહક વિવાદ નિવારણ કમિશનની ટિપ્પણીઓ યોગ્ય ન હતી. ફરિયાદકર્તાને ચોરાયેલા આઇફોનથી થયેલા નુકસાન માટે એપલ દ્વારા વળતર આપવામાં આવ્યું હતું.”
આખરે શું છે મામલો?
તમને જણાવી દઈએ કે એક ફરિયાદીએ વીમા સાથે આઇફોન ખરીદ્યો હતો જેમાં ચોરીનું કવરેજ સામેલ હતું. જો કે, એકવાર તેનો ફોન ચોરાઈ ગયા પછી તેણે ફરિયાદ નોંધાવી હતી. ઍપલે કથિત રીતે વળતરના સંદર્ભમાં તેની અવગણના કરી હતી. ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કોર્ટે એપલને આઇફોનની કિંમત 45,000 રૂપિયા પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પરંતુ રાજ્ય ગ્રાહક ફોરમે પણ આ વાત જાળવી રાખી હતી અને કહ્યું હતું કે ફરિયાદીની ફરિયાદ મળ્યા બાદ ચોરાયેલા મોબાઈલને ટ્રેસ કરવા માટે યોગ્ય પગલાં લેવા ઍપલ કંપનીની ફરજ બને છે.
જોકે, ઍપલ કંપની ફરિયાદી પાસેથી સંબંધિત દસ્તાવેજો પ્રાપ્ત કર્યા પછી પણ તાત્કાલિક પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું હતું. એટલે કે ઍપલ તરફથી સેવા આપવામાં વિલંબ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવ્યો હતો તેની મદદથી ચોરાયેલા આઇફોનને શોધી કાઢવાની જવાબદારી ઍપલની હતી. પણ હવે સુપ્રીમ કોર્ટે જે (Supreme Court) નિર્ણય આપ્યો છે તે એ છે કે એપલની આમાં કોઈ ફરજ બનતી નથી.

