હવે તે સુપ્રીમ કોર્ટના પરિસરમાં પ્રવેશી શકશે નહીં
બી. આર. ગવઈ
સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશને સોમવારે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) બી. આર. ગવઈ પર જૂતું ફેંકવાની કોશિશ કરનારા વકીલ રાકેશ કિશોરની મેમ્બરશિપ તાત્કાલિક ધોરણે રદ કરી દીધી છે. તેનું સુપ્રીમ કોર્ટમાં પ્રવેશપત્ર રદ કરી દેવાયું હોવાથી હવે તે સુપ્રીમ કોર્ટના પરિસરમાં પ્રવેશી શકશે નહીં. સોમવારે ઘટના બન્યા પછી તરત જ પોલીસે તેને પકડી લીધો હતો અને એ વખતે તેણે ‘સનાતન ધર્મ કા અપમાન નહીં સહેંગે’ના નારા લગાવ્યા હતા.


