આ ઘટના શનિવારે મેડચલમાં એક એન્જિનિયરિંગ કૉલેજમાં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ વખતે બની હતી
પ્રતીકાત્મક તસવીર
તેલંગણના હૈદરાબાદમાં ૨૧ વર્ષના સ્ટુડન્ટ વિનયકુમારનું મેદાનમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. ક્રિકેટના મેદાનમાં ફીલ્ડિંગ કરી રહેલો વિનયકુમાર મેદાનમાં એકાએક પડી ગયો હતો. તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો. આ ઘટનાનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ વાઇરલ થયું છે. તે BTech (બૅચલર ઑફ ટૅક્નૉલૉજી)નો અભ્યાસ કરી રહ્યો હતો. આ ઘટના શનિવારે મેડચલમાં એક એન્જિનિયરિંગ કૉલેજમાં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ વખતે બની હતી. તે ખમ્મમ જિલ્લાનો વતની હતો.

