લક્ષદ્વીપ લોકસભાની બેઠક તેમ જ મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોની છ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી ૨૭ ફેબ્રુઆરીએ યોજાશે.

પ્રતિકાત્મક તસવીર સૌજન્ય આઇ-સ્ટૉક
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈ કાલે જાહેર કર્યું હતું કે ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી ૧૬ ફેબ્રુઆરીએ જ્યારે નાગાલૅન્ડ અને મેઘાલયમાં ૨૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન થશે. મતગણતરી બીજી માર્ચે થશે. લક્ષદ્વીપ લોકસભાની બેઠક તેમ જ મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોની છ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી ૨૭ ફેબ્રુઆરીએ યોજાશે.