આ તાપમાન સામાન્ય કરતાં ૬ ડિગ્રી વધારે હતું. આ પહેલાં ૧૯૯૯માં જુલાઈ મહિનામાં શ્રીનગરમાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું
હિટવેવ
હીટવેવના કારણે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ગુરુવારે તાપમાન ૩૫.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ તાપમાન સામાન્ય કરતાં ૬ ડિગ્રી વધારે હતું. આ પહેલાં ૧૯૯૯માં જુલાઈ મહિનામાં શ્રીનગરમાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવારે શ્રીનગર દિલ્હીના ૩૧.૭ ડિગ્રી, કલકત્તાના ૩૧ ડિગ્રી, મુંબઈના ૩૨ ડિગ્રી અને બૅન્ગલોરના ૨૮ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન ધરાવતું હતું અને આ ફેમસ હિલ-સ્ટેશન પર આવેલા લોકો ગરમીમાં શેકાયા હતા. કાશ્મીર ખીણ પ્રદેશમાં કાઝીગુંડમાં ૩૨.૮ ડિગ્રી અને કુપવાડામાં ૩૫.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

