એક સમયે જે વાદ્યો સંગીતના સૂર રેલાવતાં હતાં એ તૂટ્યા પછી હવે પંખીઓના કલરવના સંગીતથી ગુંજી રહ્યાં છે
વાઇરલ તસવીર
તૂટેલાં-ફુટેલાં સંગીતનાં સાધનોને નવું જીવન મળ્યું છે. અહીં ગિટાર, વાયલિન અને ટ્રમ્પેટ જેવાં સંગીતનાં વાદ્યોને બર્ડહાઉસમાં તબદિલ કરીને એને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યાં છે. અનેક શહેરોમાં આવાં બર્ડ શેલ્ટર્સ જોવા મળે છે. એક સમયે જે વાદ્યો સંગીતના સૂર રેલાવતાં હતાં એ તૂટ્યા પછી હવે પંખીઓના કલરવના સંગીતથી ગુંજી રહ્યાં છે. આ પહેલ કોણે કરી એની જાણ નથી પરંતુ એ કોઈ કલાકાર જ હોવો જોઈએ. તેણે કમ્યુનિટી પ્રોજેક્ટ તરીકે ઇકો-આર્ટ શરૂ કરી છે અને એક ખૂબ જ પાવરફુલ સંદેશો આપતી આર્ટનું નિર્માણ કર્યું છે.


