સોનિયા ગાંધીના આ વિધાન વિશે BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ જણાવ્યું હતું કે ‘તેઓ બાબરી મસ્જિદ અને ૨૦૦૮ના બાટલા હાઉસ એન્કાઉન્ટરના આતંકવાદીઓ માટે આંસુ સારે છે. ગાંધી પરિવાર સ્પષ્ટપણે હિન્દુ-વિરોધી છે, કારણ કે દિવાળીએ સનાતનીઓને શુભેચ્છા પાઠવવા.
સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં બાબરી મસ્જિદનાં ધ્વંસ વિશે આપેલી પ્રતિક્રિયાથી વિવાદ થયો છે. તેમણે કહ્યું કે ૧૯૯૨માં ૬ ડિસેમ્બરે મસ્જિદ તોડી પાડવાની ઘટના મેં ટેલિવિઝન પર જોઈ હતી અને હું રડી પડી હતી, એ જ સમયે મને સમજાયું કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુએ જોયેલા ધર્મનિરપેક્ષ ભારતના સપનાને બચાવવા લાંબી લડાઈ લડવી પડશે.
સોનિયા ગાંધીના આ વિધાન વિશે BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ જણાવ્યું હતું કે ‘તેઓ બાબરી મસ્જિદ અને ૨૦૦૮ના બાટલા હાઉસ એન્કાઉન્ટરના આતંકવાદીઓ માટે આંસુ સારે છે. ગાંધી પરિવાર સ્પષ્ટપણે હિન્દુ-વિરોધી છે, કારણ કે દિવાળીએ સનાતનીઓને શુભેચ્છા પાઠવવાને બદલે સોનિયા ગાંધી બાબરી મસ્જિદ માટે રડી રહ્યાં છે. સનાતનનો સૌથી મોટો તહેવાર છે અને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. એવામાં સોનિયા ગાંધી બાબરી મામલે રડી રહ્યાં છે જે તેમની વિચારધારા દર્શાવે છે.’
સોનિયા ગાંધીએ કૉન્ગ્રેસની ભૂલો પણ સ્વીકારી હતી. તેમણે કહ્યું કે પાર્ટીની કેટલીક નિષ્ફળતાઓએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને એની હિન્દુત્વની રાજનીતિને ઊભરવાની તક આપી. તેમના કહેવા પ્રમાણે કૉન્ગ્રેસ ઘણી બાબતોમાં જરૂરથી વધુ નિશ્ચિંત રહી અને એનું વલણ ઢીલું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીનું વલણ એવું હતું કે બધું આપોઆપ ચાલતું રહેશે.
