Somnath Express Accident: આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જો કે દુર્ઘટનામાં કોઈપણ મોટી જાનહાનિ ન થઈ હોવાની પણ માહિતી સામે આવી છે.
જબલપુરમાં સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ રેલવે ટીમે કામકાજ શરૂ કર્યું (તસવીર: PTI)
ભારતીય રેલવેમાં છેલ્લા ઘણા સમયથી સતત ટ્રેન દુર્ઘટના સર્જાઈ રહી છે. ટ્રેન પાટા પાર્ટી ઉતરી જવાની કે પછી અન્ય કોઈ રેલવે અકસ્માતની અનેક ઘટના સામે આવી રહી છે. આજે સાતમી સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના શુભ દિવસે પણ વધુ એક રેલવે દુર્ઘટના (Somnath Express Accident) થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના મધ્ય પ્રદેશમાં બની હતી જેમાં સોમનાથ એક્સ્પ્રેસ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતાં માર્ગની સેવા ખોરવાઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જો કે દુર્ઘટનામાં કોઈપણ મોટી જાનહાનિ ન થઈ હોવાની પણ માહિતી સામે આવી છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં શનિવારે વહેલી સવારે 5:50 વાગ્યાની આસપાસ સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અકસ્માત જબલપુર સ્ટેશનથી લગભગ 150થી 200 મીટર દૂર સર્જાયો હતો. ઈન્દોર જબલપુર એક્સપ્રેસ (Somnath Express Accident) ટ્રેન નં: 22191 ખૂબ જ ધીમી ગતિએ જતી વખતે અચાનકથી પાટા પરથી ઉતરી ગઈ હતી. પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ટ્રેન ઈન્દોરથી આવી રહી હતી અને જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 નજીક આવતાં જ પાટા પરથી ઉતરી ગઈ હતી. બે આગળના કોચ પ્લેટફોર્મના છેડાથી લગભગ 150થી 200 મીટર દૂર પાટા પરથી ઉતરી ગયા હતા. સવારે 5:50 વાગ્યાની આસપાસ બે કોચ પાટા પરથી ઉતરી ગયો હતો અને ટ્રેનમાં સવાર દરેક પ્રવાસીઓને કોઈપણ ઈજા થઈ નથી અને તેઓ એકદમ સુરક્ષિત છે.”
View this post on Instagram
ADVERTISEMENT
જબલપુર ટ્રેન દુર્ઘટના ઉત્તર પ્રદેશમાં સાબરમતી એક્સપ્રેસ (Somnath Express Accident) પાટા પરથી ઉતર્યાના એક મહિનાથી પણ ઓછા સમય બાદ બની છે. 17 ઓગસ્ટે શનિવારે પણ અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા કાનપુર રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના ટ્રેક પર ઈરાદાપૂર્વક મુકવામાં આવેલ પથ્થર સાથે ટ્રેન અથડાતાં થઈ હોવાનું માનવામાં આવે છે. તેમ જ 30 જુલાઈના રોજ, ઝારખંડના જમશેદપુર નજીક હાવડા-મુંબઈ CSMT મેલની 18 ગાડીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત અને 20 લોકો ઘાયલ થયા હતા.
વારાણસી-અમદાવાદ ટ્રેન કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સવારે 2.35 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના લોકો પાયલોટે કહ્યું કે કેટલાક બોલ્ડર (મોટા પથ્થર) એન્જિનના કેટલ ગાર્ડ (આગળના ભાગ) ને અથડાયા જને લીધે તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત અને વાંકા થઈ ગયા હતા. રેલવે બોર્ડના (Somnath Express Accident) અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળ જવાબદાર બદમાશો અથવા અસામાજિક તત્વો સામેલ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાની પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળ્યું કે એન્જિન ટ્રેક પર મૂકવામાં આવેલી કોઈ મોટી વસ્તુ સાથે અથડાયું હતું.