Viral Video: ગુરુગ્રામના ખૂબ જ વ્યસ્ત રાજીવ ચોક પર બની ચોંકાવનારી ઘટના; કેબની રાહ જોતી હતી મોડેલ; એક માણસે તેને જોઈને હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું; વીડિયો થઈ ગયો વાયરલ
પ્રતીકાત્મક તસવીર
સાયબર સિટી ગુરુગ્રામ (Gurugram)નો એક વીડિયો વાયરલ થયો છે. ગુરુગ્રામના સૌથી વ્યસ્ત સ્થળ રાજીવ ચોક (Rajiv Chowk)માં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે, જેનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. અહીં એક શખ્સે કેબની રાહ જોઈ રહેલી એક મોડેલની સામે ધોળા દિવસે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું હતું. તેની આ હરકત કૅમેરામાં કેદ થઈ ગઈ છે. મોડેલે તેના ગંદા કૃત્યને કેમેરામાં કેદ કરી લીધું. તેણીએ પોલીસમાં ફરિયાદ કરી, પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, ત્યારે મોડેલે સોશ્યલ મીડિયા (Social Media) પર તેની આપવીતી શેર કરી અને કાર્યવાહીની માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી પોસ્ટમાં, મોડેલ જણાવ્યું હતું કે તે કોઈ કામ માટે ગુરુગ્રામથી જયપુર (Jaipur) ગઈ હતી. તે જયપુરથી બસ પકડીને ૩ ઓગસ્ટની સવારે દિલ્હી-જયપુર હાઇવે (Delhi-Jaipur highway) પર ગુરુગ્રામના રાજીવ ચોક પહોંચી. તે ઘરે જવા માટે કેબની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન, તેણે એક યુવકને તેની સામે જોતા અશ્લીલ હરકતો કરતો જોયો. પહેલા તો તેણીએ તેને અવગણ્યો, પરંતુ તેની હરકતો વધી ગઈ. પછી કાર્યવાહી કરવા માટે તેણીએ એક વીડિયો બનાવવો પડ્યો. આ યુવકે માસ્ક પહેરેલું હતું. તેણે તેના ખભા પર બેગ લટકાવી અને તેના પેન્ટની ઝિપ ખોલી અને તેની સામે હસ્તમૈથુનની અશ્લીલ હરકતો કરવા લાગ્યો.
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં, છોકરીએ કહ્યું કે તે તેની આસપાસ ફરતો હતો. તેણીએ કહ્યું કે, તે આ જોઈને ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. તેણીએ કેબ ડ્રાઇવરને ઘણી વાર ફોન કર્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. આ ખરાબ યુવકથી બચવા માટે, તેણીએ બીજી કેબ બુક કરી અને ત્યાંથી નીકળી ગઈ. ઘરે પહોંચ્યા પછી, તેણીએ આ વીડિયો ગુરુગ્રામ પોલીસ (Gurugram Police), મહિલા હેલ્પલાઇન (Women Helpline)ના એક્સ (x) અકાઉન્ટ પર શેર કર્યો, પરંતુ ક્યાંયથી કોઈ જવાબ મળ્યો નહીં. 1090 પર કૉલ કનેક્ટ થયો ન હતો.
મોડેલે કહ્યું કે આ મામલે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? કેબ ડ્રાઇવરો ફોન ઉપાડતા નથી. મોડેલે સોશિયલ મીડિયા પર આવા પ્રશ્નો પૂછ્યા છે. આ છોકરીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ ૩૮,૭૦૦ ફોલોઅર્સ છે.
આ દુર્ઘટનાનો ભોગ બનેલી મોડેલે આરોપ લગાવ્યો કે, જ્યારે તેણે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે તેને કહેવામાં આવ્યું કે આ ઘટના તેની સાથે સવારે ૧૧ વાગ્યે રાજીવ ચોકમાં બની હતી. આવી સ્થિતિમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઓનલાઈન ફરિયાદ લેવાને બદલે તેને પોલીસ સ્ટેશન આવીને આ મામલે ફરિયાદ કરવાનું કહેવામાં આવ્યું.
મોડેલે સોશિયલ મીડિયા પર કહ્યું કે, તેની સાથે કંઈક અઘટિત ઘટના બની શકે છે. શું ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવું જરૂરી છે? શું આવી ફરિયાદો ઓનલાઈન નોંધાઈ શકતી નથી? યુવતીએ કહ્યું કે આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે.
એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વીડિયોને ધ્યાનમાં લઈને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આરોપીની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવશે.


